*સત્યઘટના*
5-6 વર્ષની ઉંમરના એક છોકરાનો બાપ બીનજવાબદાર દારુડીયો છે.. બે સંતાનો, એક પોતે જવાબદારી નિભાવવા માતા મધ્યમ કક્ષાના બારમા કે કયારેક રોડ પર સામાન્ય કક્ષાની મિમિક્રી કે હળવો ડાન્સ કરે છે..ગરીબી ભરડો લઈ ગઈ છે.. એ જવાબદાર માતાને વળી ક્ષયનો રોગ લાગું પડે છે પણ ગુજરાન ચલાવવા માટે લોકૉનુ મનોરંજન કરતા જ રહેવુ ફરજિયાત છે..
એક દિવસ બારના સ્ટેજ પર પર્ફોમ કરતા કરતા એ સ્ત્રીને ચક્કર આવે છે..પડી જાય છે.. અને એ વખતે 5-6 વર્ષનો બાળક ત્યાં હાજર છે.... અંદર જઈ ને બારના માલિકને પુછે છે ' મારી મા ને બદલે હું સ્ટેજ પર જાઉં??'...બાળકને રૉટીની ચીંતા છે એટલે પ્રયાસરુપે જ આવો સવાલ પૂછ્યો છે..બાર માલિક મજાકમા ' હા' પાડે છે..
બાળક સ્ટેજ પર જઈને અસલ પોતાની માતાને ક્ષયને કારણે આવતી ઉધરસ ખાવાની
મિમિક્રીથી પર્ફોમ કરવાની શરૂઆત કરે છે..અને આડીઅવળા કુદકા મારતો કોમેડી કરે છે..લોકો પૈસા ફેંકે છે..વચ્ચે પર્ફોમન્સ અટકાવી બાળક પૈસા વીણે છે. લોકો આ બાબતને પણ બાળકે જાણીજોઇને કરેલી કોમેડી ગણે છે..પરંતુ બાળક મનોમન આટલા પૈસાથી કેટલુ ખાવાનુ ખરીદી શકાશે એનો હિસાબ માંડે છે..સંઘર્ષ લંબાય છે..માતાને તો પાગલપનનો હુમલો આવે છે..એને પાગલખાનામા મોકલવી પડે છે..
આ બાળકની કોમેડી ટેલેન્ટ અને તકદીરના જોરે એ જગવિખ્યાત કોમેડી કિંગ બની જાય છે..એવી સરખામણી થઈ જાય છે કે જગતના જે ખુણે લોકો જીસસને નથી ઓળખતા ત્યાં આ મોટા થઇ ગયેલા બાળકને તો આનંદથી ઓળખે છે.. કૉમેડી કિંગ બનેલો એ બાળક હવે તો પુરુષ છે..કરોડોની સંપત્તિમા આળોટે છે..વિશ્વ પ્રસિદ્ધ સેલિબ્રિટી છે..
એ કોમેડિયન પોતાની આત્મકથામાં જાણાવે છે કે ' પોતાની માતાનુ પાગલપન સારવાર પછી ઘણું ઓછું તો થઈ ગયું હતું પણ અસર તો ચાલુ જ રહી હતી..એ મોટે ભાગે મૌન રહેતી..
એક દિવસ પોતાના વૈભવી બંગલાના બગીચામા હરીયાળી લોન પર ખુરશી નાખીને બેઠા બેઠા પરિવાર નાસ્તો કરતો હતો. આ કોમેડિયન બ્રેડ પર બટર અને જામ લગાવીને પોતાની માતાને આપતો જતો હતો..અર્ધપાગલ જેવી એની મૌન માતા અચાનક બોલી..' બટર કે જામ ના હોત તો પણ ચાલત..એ વખતે એકાદ બે બ્રેડ પણ મળી ગઈ હોત તો હું પાગલ ન થઈ હોત...અને પછી એ સફળ જ નહીં અતિ સફળ કોમેડિયન નોંધે છે :- ' કરોડોની સંપત્તિ કે ગમે તેટલી શાન-શૌકત અમુક તિરાડો પુરી શકતી નથી...'
આ કોમેડિયન આ વાત સાથે જ્યારે આત્મકથાનુ એ ચેપ્ટર પુરુ કરે છે ત્યારે મારા જેવા કેટલાય વાંચકો ખામોશ થઈ જાય છે..સ્વાભાવિક રીતે જ આંખો ભીની થઈ જાય છે.
આ અતિ સફળ કોમેડી કિંગ એટલે
*ચાર્લી ચેપ્લીન.......*
0 Comments:
Post a Comment