પરિપત્ર અંશ:
માનનીય મુખ્યમંત્રી શ્રી
ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાત રાજ્ય
વિષય - કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ રદ કરીને જૂની પેન્શન સ્કીમ આપવા બાબત...
આદરણીય સાહેબ શ્રી,
ઉપરોક્ત વિષયે જણાવવાનું કે હું એક સરકારી કર્મચારી છું. અને આપની જ સરકારે દાખલ કરેલી નવી પેન્શન સ્કીમમાં આવું છું. નવી પેન્શન સ્કીમ અમારા માટે નુકસાનકારક છે અને અમારા ઘડપણ માટે બિલકુલ ઉપયોગી નથી. કોઈપણ વ્યક્તિ 58 વર્ષ સુધી સરકારના કોઈપણ વિભાગમાં કર્મચારી તરીકે રહે અને દેશની કે રાજ્યની સેવા કરે છે, તો તેને ઘડપણમાં સુરક્ષિત રહેવાનો પૂર્વ અધિકાર છે. અને એટલા માટે કોંગ્રેસ સરકાર વખતે કર્મચારીઓને એની નોકરી પ્રમાણે પેન્શન આપવામાં આવતું હતું. 2004 માં ભાજપ સરકારે કર્મચારીઓનું પેન્શન બંધ કર્યું છે. નવાઈની વાત તો એ છે કે જે સંસદ સભ્યો કે ધારાસભ્યોએ કર્મચારીઓનું પેન્શન બંધ કરવા બાબતે જે બિલ પસાર થયું તેમાં સંમતિ આપી તેમાં તેમણે પોતાનું પેન્શન ચાલુ રાખ્યું. આવું માત્ર ને માત્ર ભારત દેશમાં જ બની શકે. આપની સરકાર દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવે છે કે એનપીએસ એ ઓપીએસ કરતા ફાયદાકારક છે. પરંતુ મને આ તમારી ફાયદાકારક નીતિ પસંદ નથી. ગમે તે હોય પરંતુ મારે એનપીએસ નથી જોઈતું. મને જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ માં સમાવવા વિનંતી. પેન્શન એ અમારો અધિકાર છે અને આપની સરકારે એ અધિકાર આપવો જ રહ્યો. બીજા રાજ્યોમાં જો ઓપીએસ આપી શકાતું હોય તો ગુજરાતને શું કઠે છે? હું ભાજપને ચાહું છું અને આટલા વર્ષોથી ભાજપ પક્ષને વોટ આપતો રહ્યો છું, પરંતુ મારે પણ મારો પરિવાર છે અને એ પરિવાર માટે અને મારી ઘડપણની સુરક્ષા માટે મારે સ્વાર્થી બનવું જોઈએ એવું મને અત્યારે લાગી રહ્યું છે. જો આપની સરકાર જૂની પેન્શન સ્કીમ આપવા બાબતે ચૂંટણીની આચારસંહિતા આવે તે પહેલા કંઈ નહીં વિચારે તો ન છૂટકે મને કે કમને મારે બીજા પક્ષને વોટ આપવાનું વિચારવું પડશે. કારણ કે અન્ય પક્ષો જૂની પેન્શન સ્કીમ આપવા બાબતે જાહેરાત કરી ચૂક્યા છે. અને એ પક્ષોની જે રાજ્યમાં સરકાર છે એ રાજ્યોમાં જૂની પેન્શન સ્કીમ આપી પણ દીધી છે. એટલે અવિશ્વાસ કે દગો થશે એ મુદ્દો છે જ નહીં.
ગુજરાત રાજ્યમાં એવા કેટલાય લોકો છે કે જેમનો વોટ તમે 100 કે 200 રૂપિયા આપીને ખરીદો છો. તો આ વખતે મારો વોટ ખરીદવો હોય તો જૂની પેન્શન સ્કીમની જાહેરાત કરો, નહિતર આ વખતે તમારી ખોટી ભડકાઉ વાતો અને હિંદુ મુસ્લિમની વાતોમાં હું બિલકુલ ફસાવવાનો નથી. મારું લક્ષ અને મારો સ્વાર્થ એક જ છે,- "જુની પેન્શન યોજના" ફરી ચાલુ કરો.
એ જ લિખીતન...
આપનો વિશ્વાસુ,
[9/2, 8:00 PM] Iqbal sir: સૌ મિત્રો બહેનો અને વડીલો સાદર વંદન સહ,
આવતીકાલે તારીખ 3 સપ્ટેમ્બર 2022 ના રોજ 32 જેટલા કર્મચારી મંડળોના સંયુક્ત કર્મચારી મોરચાના બેનર નીચે યોજાનાર મહારેલીમાં અચૂક પણે હાજર રહી આપણું સંખ્યાબળ બતાવીએ.
જો તમે આજે સમય નહીં કાઢી શકો અને શક્તિ પ્રદર્શન નહીં કરી શકો તો સરકારની કમિટી દ્વારા લેવાના નિર્ણય ઉપર તેની સીધી અસર થશે. ટૂંકમાં અભિ નહીં તો કભી નહિ.
માટે કોઈપણ જાતના બહાના વગર અવશ્ય ઉપસ્થિત રહેવા આપ સૌને સંઘ વતી અપીલ કરું છું.
આપણે રોજ whatsapp માં લખીએ છીએ પરંતુ એ કરી બતાવવાનો સમય કાલે જ છે. તો દરેકે દરેકને અચૂક ઉપસ્થિત રહેવા અને પોતાના સ્ટાફમાં જેટલા પણ મિત્રો બહેનો છે એમને પણ લાવવા અપીલ.
બનાસકાંઠા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ પરિવાર.
: अब इधरउधर की बातें मत बनाइये ,
हमें हर सवाल का समाधान चाहिए.
अभी के अभी...........
जियेगें या मरेगें इस बात के लिए,
हर परिवार को उन का हक चाहिए.
अभी के अभी............
वक़्त बदलता है, अभी समज जाइये,
वरना इसबार नया इतिहास लिखेंगे.
अभी के अभी............
:
રેલીના સ્થળે પહોંચવા માટે લોકેશન મેપ લગભગ બધા જ ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે. એ સિવાય શિસ્તબદ્ધ રીતે કાયદો અને વ્યવસ્થા નું પાલન થાય અને આમ જનતા ઉપર આપણા આંદોલનની નેગેટિવ અસર ના પડે એ રીતે આપણે સૌ કાયદો અને વ્યવસ્થા ના પાલન સાથે આપણી માગણીઓ માટે લડીશું.
બન્યા રહો માં શક્તિ એજ્યુકેશન અને પળ પળ ની માહિતી મેળવો🌷🌷🌷🌷🌷
અહી તમારો ફોટો બનાવો પેન્શન માગ વાળો
👇👇👇👇👇👇👇👇
0 Comments:
Post a Comment