સમગ્ર ઘટના:
👇
થરાદની ખાનગી હોસ્પિટલમાં તબીબની લાપરવાહીને લીધે 11 વર્ષની બાળકીનું મોત નિપજતા થરાદ પોલીસમાં ડોક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી . સુઈગામ તાલુકાના નેસડાગોલપ ગામના મેઠાભાઈ રાઠોડની નાની પુત્રી ભુમીબેન ( ઉ.વ .11 ) ને કાનની નીચેના ભાગમાં ખીલ થતાં 21 મેના સવારના 8 વાગ્યે થરાદની જે જે પટેલ હોસ્પીટલમાં સારવાર અર્થે આવ્યા હતા . જ્યાં તબીબે ખીલ હોઇ ચેકો મારી રસી કાઢવી પડે તેમ હોઇ બે દિવસ દાખલ કર્યા હતા .
🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
સાંજના 4 વાગ્યે ચેકો મારી રસી કાઢતાં 23 મીએ બપોરના બાર વાગ્યે ડોકટર પાસેથી રજા લઇને ઘેર ગયા બાદ ડૉક્ટરના કહ્યા મુજબ બીજા દિવસે ડ્રેસિંગ કરાવવા માટે આવ્યા હતા . જો કે ભુમીબેનને તાવ આવતો હોઇ તબીબને તેની દવા કરવા અને હવે પછી ડ્રેસિંગ કરાવવા ક્યારે આવું તેમ કહેતાં તબીબે બિમારીને કારણે તાવ આવતો હોવાનું અને સરકારી દવાખાને ડ્રેસિંગ કરાવી લેવા જણાવ્યું હતું . જો કે સાંજે પુત્રીને ખીલની જગ્યાએ દુઃખાવો થવાનું તેમજ એક આંખે દેખાતું બંધ થયાની ફરિયાદ કરી હતી .
🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥
25 મીએ સવારે હોસ્પિટલ આવ્યા હતા . જ્યાં તબીબને બતાવતાં તેમણે બાળક સિરીયસ હોઇ ઓપરેશન કરવું પડશે તેમ જણાવીને ત્રણેય જણ એક ફોર્મમાં સહી કરો તો હોસ્પીટલમાં દાખલ કરીને ઓપરેશન કરૂ તેવી વાત કરતાં તેમણે સહીની ના પાડી ત્યાંથી થરાદની સરકારી હોસ્પીટલમાં લઇ આવ્યા હતા . જ્યાં તબીબે તેણીની હાલત વધારે સિરીયસ જણાવી આગળ બતાવવાની સલાહ આપી તે સમયે સારવાર કરતાં પરિવાર તેણીને લઇને ઘેર જતો રહ્યો હતો અને 26 મીએ ફરીથી અન્ય માણસો સાથે ડોક્ટર જે.જે પટેલીની હોસ્પિટલ આવતાં તમે દવા કરી છે તો હવે કેમ દવા કરતા નથી તેમ કહેતાં ડોક્ટરે ફોર્મ પર સહિ નહીં કરતા હોઇ દવા ન કરવાનું જણાવ્યું હતું .
આથી દર્દીના સગાઓએ તમે પહેલાં સહિઓ લીધેલી છે હવે શેની સહીઓ લેવાની તેમ કહેતાં તબીબે હું દવા નહીં કરૂ તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ તેમ કહેતાં તેણીને ખાનગી વાહનમાં પાલનપુર સિવિલમાં લઇ આવ્યા હતા . જ્યાં તબીબે બાળકની મુખ્ય ધોરી નસ તુટી ગયેલ હોવાનું જણાવી અમદાવાદ લઈ જવા કહ્યું હતું .
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥
દર્દીને હાઇપર સુગર , રિસ્ક હોવાનું પરિવારને જણાવાયું હતું ડોક્ટર જે.જે પટેલે જજ્ઞાવ્યું કે પુર્વ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરૂણ આચાર્યના રેફરન્સથી સારવાર માટે આવ્યું હતું . જે દર્દીને ડાયાબિટીસ હતું . જે જન્મથી ઇંજેક્શન પણ લેતું હતું . તો પણ હોસ્પિટલની જોખમ લેવાની તૈયારી છતાં તેના સગા ફોર્મમાં સહી કરતા ન હતા .
શું કહ્વિયુ થરાદ ડોક્ટરર્સ પ્રતિનિધિ મંડળે જોવા માટે અહીં દબાવો:
👇👇👇👇👇👇👇👇👇
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥
0 Comments:
Post a Comment