AD SPACE

અંબાજી પ્રસાદ અપડેટ

અંબાજીમાં કોંગ્રેસે કાળી પટ્ટી ધારણ કરી રેલીસ્વરૂપે દેવસ્થાન ટ્રસ્ટને આવેદનપત્ર સુપરત કર્યું

સોમવારે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલની આગેવાનીમાં દાંતા અંબાજી કોંગ્રેસ સમિતિ સહિત એનએસયુઆઈ દાંતાના કાર્યકરો કાળી પટ્ટી ધારણ કરી ખોડિયાર ચોકમાં એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શિત કરતાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ સાથે દેવસ્થાન ટ્રસ્ટ સત્તાધીશોને આવેદન પાઠવ્યું હતું. પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો બે દિવસ તહેવાર બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન અને જલદ કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

મોહનથાળ બંધ કરાતાં કરણીસેના નારાજ
પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો કરણીસેનાએ તેની જવાબદારી સ્વીકારવા તૈયારી દર્શાવી છે, પરંતુ કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણીસેનાના અગ્રણી જે. પી. જાડેજાએ અપીલ કરી છે.

અંબાજીમાં ચોથા દિવસે પણ યાત્રિકોમાં રોષ યથાવત્, માનાં દર્શન કરી ચીકી ખરીદવી જ ન જોઈએ તો આપોઆપ ચીકી બંધ થઈ જશે: ભક્તો અંબાજીમાં સોમવારે ચોથા દિવસે પણ મોટા ભાગના શ્રદ્ધાળુઓ માતાજીનો પ્રસાદ ખરીદ્યા વિના પરત ફરતા જોવા મળ્યા હતા .તો વળી દૂરના અંતરેથી આવેલા ભક્તો કચવાટ સાથે ફુલ નહિ તો પાખડી એમ માતાજીનો પ્રસાદ સમજી ચીકીનો પ્રસાદ ખરીદી ભારે આક્રોશ અને શાબ્દિક પ્રહાર નઘરોળ તંત્ર-સરકાર વિરુદ્ધ કરતા હતા .

માતાજીનું મંદિર જાણે એક રાજકીય મંચ બની ગયો
જોકે એક માઈ ભક્તે તો પોતે નામ ન જાહેર કરવાની શરતે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હવે “અંબાજી મંદિરનું સરકારીકરણ થઈ ગયું છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યાં સુધી માતાજી મંદિરની ગરિમા અને પવિત્રતા સાથે ભક્તોની આસ્થા સાથે ક્યારેય ખિલવાડ થતી ન હતી. હવે માતાજીનું મંદિર જાણે એક રાજકીય મંચ બની ગયો છે. નેતાઓનું જાણે શક્તિપ્રદર્શન કરવાનો અખાડો બની ગયું છે .

દેવસ્થાન ટ્રસ્ટમાં સરકારી અધિકારીઓ સિવાય કોઈ પબ્લિકનો માણસ ના હોવાને કારણે માતાજી, મંદિર, પવિત્રતા અને શ્રદ્ધાળુઓની ગરિમા લાજે એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તો વળી, મંડાલીના એક ભક્ત વિજયસિંહએ તો જણાવ્યું હતું કે સમગ્ર માઈ ભક્તોને મારી એક નમ્ર વિનંતી કે માનાં દર્શન કરી ચીકી ખરીદવી જ ન જોઇએ તો આપોઆપ ચીકી બંધ થઈ જશે. ભક્તોનો મિજાજ જોતાં સોમવારે ભેટ કાઉન્ટર પર પણ ચીકીના પ્રસાદનો મોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો, જ્યાં સાંજ સુધીમાં 11,459 

About Dinesh Bhurjar

0 Comments: