મા અંબાના ધામ આવા શ્રદ્ધાળુઓની માનતા પુરી થતાં સોનું ચઢાવી રહ્યા છે.ત્યારે લુણાવાડાના માઈભક્તે મા અંબાને સોનાનો મુગટ ભેટ ધરી ધન્યતા અનુભવી હતી. જ્યેષ્ઠ માસના પ્રથમ દિને સુદ એકમે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ચેનપુર ગામનો એક પરિવાર મંગળવારે માં અંબાના દર્શનાર્થે આવ્યો હતો.
માઈભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો
પરિવારે માતાજીના દર્શન પૂજા અર્ચના કરી રૂ.3,48,672 કિંમતનો 72.640 મિલીગ્રામ વજનનો સુવર્ણ મુગટ માતાજીના શ્રી ચરણમાં ભેટ ધર્યો હતો.અને ધન્યતા અનુભવી હતી. જોકે માઈ ભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. માં અંબાના ધામમાં અનેક શ્રદ્ધાળુઓ ગુપ્તદાન કરતા હોય છે.
💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥
અમદાવાદના માઈભક્તે 500 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું
સુવર્ણમય શિખરની કામગીરીમાં માઇભક્ત દ્વારા મા અંબાને 500 ગ્રામ સોનુ અર્પણ કરાયું છે. અંદાજીત 24 લાખ 50 હજાર રૂપિયાનું સોનાનું દાન માઇભક્તે આપ્યું છે.
,💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥
Thank you share
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક માઇભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે આજે ભાદરવી પૂનમને લઇ લાખો ભક્તો માના દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના નવનીતભાઇ શાહ નામના માઈ ભક્તે 500 ગ્રામ સોનું દાન કર્યું હતું.
0 Comments:
Post a Comment