AD SPACE

ઓનલાઇન છેતરપિંડી:થરાદ,લાખણીના લોકોને કરોડો રૂપિયામાં નવરાવીને ઓનલાઇન ગેમનું ઊઠામણું

ઓનલાઇન છેતરપિંડી:થરાદ,લાખણીના લોકોને કરોડો રૂપિયામાં નવરાવીને ઓનલાઇન ગેમનું ઊઠામણું



💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥

કલાક પહેલા
  • એપ ધનીદાતા બંધ થતાં લોકો ટાઢા પાણીએ રોયા,અન્ય ગેમો સક્રિય

થરાદ અને લાખણી પંથકમાં મોબાઇલ એપ્લીકેશના માધ્યમથી ભણેલા અને અભણ લોકો પણ ઓનલાઇન ગેમમાં ડબલ કમાણી કરવાની લાલચમાં રોકાણ કરી બેઠા હતા. મોબાઈલ એપ ધનીદાતા બંધ થતાં લોકો ટાઢા પાણીએ રોયા હતા. મોબાઈલ એપ ધનીદાતા દ્વારા થરાદ, લાખણીના લોકોને કરોડો રૂપિયામાં નવરાવીને ઓનલાઇન ગેમનું ઉઠામણું કરાયું હતું.

💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥

મોબાઇલમાં ગેમ રમતા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ‘ઓનલાઇન એપ્લીકેશન દ્વારા તેને ડાઉનલોડ કરવામાં આવ્યા બાદ મોબાઇલ રજીસ્ટ્રેશન કરીને તેમાંથી બેંકમાંથી રકમ નાંખવામાં આવી હતી.’ લિંક ઓપન કરવાથી હોમસ્ક્રીન પર લેવાતી હતી અને મોબાઇલ નંબર અને પાસવર્ડ નાખીને કોડ અને કેપ્ચા કોડ નાખ્યા બાદ રજીસ્ટ્રેશન થતું હતું. અને ઓટોમેટીક પાસવર્ડ પણ સેવ થતો હતો. નાણાંકીય એપ્લીકેશનથી બેંક દ્વારા 400,1200, 3600નું રિચાર્જ કરીને રમવાનું ચાલુ કરવામાં આવતું હતું. અમુક ગેમ્સમાં રમવાનું ચાલુ હોય તો જ નફો થતો હતો. પરંતુ અમુકમાં ન હોય તો પણ રૂપિયા વધવાનું ચાલુ રહેતું હતું. આથી લોકો ધનીદાતા કરતાં વી વર્ક અને અન્ય એપ્સનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

અંગે થરાદ તાલુકાના આમઆદમીના પ્રમુખ અને માર્કેટયાર્ડના વેપારી થાનાભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘શુક્રવારની રાત્રે એકાએક ધનીદાતા એપ્સમાંથી ઓટોમેટીક ખાતામાં આવતું પેમેન્ટ વિડ્રો થવાનું બંધ થઇ ગયું હતું. અને લિંક પણ કામ કરતી બંધ થવા પામી હતી. આથી જેટલા પણ લોકોએ નાણાંનું રોકાણ કર્યું હતું એ બધાના રૂપિયા ડુબી જવા પામ્યા હતા. બનાસકાંઠામાંથી કરોડો રૂપિયા આ ગેમ દ્વારા લોકો પાસેથી અસંખ્યગણા કરી આપવાની લાલચમાં પડાવી લેવામાં આવ્યા હોવાનું અને લાખણીના ઘુણસોલ ગામમાંથી જ અંદાજે એક કરોડથી વધારે રકમ ડુબી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે હજુ પણ બીજી બે-ત્રણ ગેમ સક્રીય છે અને કેટલીક નવી પણ આવી છે.’



💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

અનેક લોકોને રૂપિયા અનેક ગણા થયાનું ચર્ચાસ્પદ
ઓનલાઇન ગેમમાં લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે અને હાર્યો જુગારી બમણું રમે કહેવતોને સાર્થક થઇ હતી. કેટલાક લોકોને 3600 ના 12,000 આવ્યા અને 12ના 15,000 થયા હતા. તેમજ કેટલાકને 30,000ના 1.5 લાખ પણ થયા હતા. આથી લોકો તેની ચુંગાલમાં ફસાઇ ગયા હતા. શનિવારની સવારથી જ શોસિયલ મિડીયામાં ગેમનું બેસણું પણ શરૂ થયું છે.


💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥




💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



💥💥💥💥💥💥💥💥💥


 દાની દાતા એક વિશ્વ કંપની બનીને લોકોને મૂર્ખ બનાવ્યા છે તે ખરેખર દુઃખ કહેવાય કે ભણેલા-ગણેલા પણ આવા ફ્રોડના શિકાર થયા છે પરંતુ મને એક દુઃખ છે એ વાતનું કે લોકો જેમાં રીસ્ક લેવાનું હોય એમાં લેતા નથી જેમકે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરો અને આગળ વધો તેમાં કોઈને મહેનત કરવી નથી અને એવા ખોટા જે ફ્રોડ એપ છે તેની અંદર લઈને પોતાનો જીવન બરબાદ કરો છો એ વાત જોઈને જાણીને મને ખૂબ દુઃખ લાગે છે આવી એપ્સ આવતી રહેશે જતી રહેશે પરંતુ તમે કરેલી મહેનત તમે જે યુપીએસસી જીપીએસસી ક્લાસ વન કે સરકારી નોકરી માટે કરેલી મહેનત એ ક્યારે વિફળ નથી કે તમે જ જીવનમાં ખૂબ જ આગળ લાગે જ કામે આવશે આવી આપના ભરોસે ન બેસો અને મહેનત કરો અને આગળ વધો એ જ મારી સલાહ છે..

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Video more meams Joke for Danidata

આ વિડીયો જોઈ હસી હસીને લોટપોટ થશે..


💥💥💥💥💥💥💥💥💥💥💥




💥💥💥💥💥💥💥💥💥💥


About Dinesh Bhurjar