AD SPACE

થરાદ : ભારેખમ રીએક્ટર્સ હવે હંગામી પુલથી બે દિવસમા પસાર શવાની સંભાવના


નમસ્કાર,
ભારેખમ જે રિએક્ટર થરાદ ની અંદર પહોંચતા સાત મહિના જે દહેજ ખાતેથી આવ્યા છે અને રાજસ્થાન જઈ રહ્યા છે તે હવે થરાદની કેનાલ પાર કરવા માટે એક પુલ બની રહ્યો છે જે હંગામી પુર બસ બની રહ્યો છે તો હવે તે ટૂંક સમયમાં આ રિએક્ટર પસાર થશે. થરાદ નજીક આવેલી નમદા કેનાલ ઉપર પુલ બનાવવામાં આવ્યો છે . જેના પરથી અનેક વાહનો પસાર થાય છે , પરંતુ તાજેતરમાં કંડલાથી આવતા બે ભારે રિએક્ટર આ જુના પુલ ઉપરથી પસાર થઈ શકે તેમ ન હોય હોવાથી આ કેનાલ તોડીને લોખંડના એક નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે . 1149 મેટ્રિક ટન તેમજ 760 મેટ્રિક ટન સહિતના બે ભારે વાહનોને પસાર કરવા માટે નમદા કેનાલ ઉપર લોખંડનો 300 ટનનો એક નવો પુલ તૈયાર કરવામાં આવ્યો છે . આ પુલને તૈયાર કરાતા આજુબાજુ વિસ્તારના લોકો આ ફૂલને તેમજ વાહનોને જોવા માટે આવી રહ્યા છે . અચાનક કેનાલ ઉપર આ લોખંડના નવા પુલને બનાવવાની કામગીરીને લઈને લોકોમાં આતુરતા હતી કે કઈ રીતે પુલ તૈયાર કરવામાં આવશે . ત્યારે હવે પુલ તૈયાર થઈ જતા લોકો આ પુલ જોવા માટે આવી રહ્યા છે , ત્યારે હવે પુલ તૈયાર થતા આગામી બે દિવસમાં આ ભારે બે વાહનોની આ લોખંડના પુલ ઉપરથી પસાર કરવામાં આવશે વાહનો પસાર થતાં જોવા માટે પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે .

લી.
માં શક્તિ એજ્યુકેશન

વધુ ફોટોઝ👇 👇





About Dinesh Bhurjar

0 Comments: