🇮🇳 અહેવાલ : 15 ઓગસ્ટ 76મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી
🇮🇳 સ્થળ : ઇન્દિરા નગર સ્કુલ નારોલી
🇮🇳 તારીખ : 15/08/2022
🇮🇳 લેખવંતુ : દિનેશભાઇ સુથાર (09624063310)
લેખ
કલમના શબ્દો:15મી ઓગસ્ટ 2022 ને સોમવાર 76માં એક મહાન રાષ્ટ્રીય દિવસ ની ઉજવણી કરી તેના વિષે:
શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોલી તથા ઇન્દિરા નગર પ્રાથમિક શાળા તથા પેટા પગાર કેન્દ્ર શાળા નારોલી સ્કૂલોનું મહાસંમનવય અંતર્ગત આજરોજ 15 મી ઓગસ્ટ 2022 ના રોજ મહાન પર્વ એવા રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્ર દિનની ઉજવણી કરી. આ ઉજવણી અંતર્ગત મહાન રાષ્ટ્રની પરિભાષા અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજનબંધ કાર્ય જે તમને હું સવિસ્તૃત ચર્ચવા માંગુ છું. 15 મી ઓગસ્ટ આજનો દિવસ અને પરોઢની સવાર વચ્ચે સરસ મજાનો તિરંગો અને તિરંગા યાત્રા એટલે કે પ્રભાતફેરી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી ત્યારબાદ દરેક સ્કૂલ જે તે સ્કૂલના પ્રિન્સિપાલ સર અને સ્ટાફ ગણ તથા વિધાર્થીઓ દ્વારા રા પોતાની સ્કૂલની અંદર તિરંગો ફરકાવી અને જ્યાં કાર્યક્રમ હતો ત્યાં હું તમને સવિસ્તૃત માહિતી આપવા માંગું છું કે રેલી દ્વારા અમે ઇન્દિરા નગર સ્કુલ નારોલી ખાતે ગયાં
પ્રભાતફેરી નો વિડિયો:
🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥
પ્રભાતફેરી બાદ ત્રણેય શાળાના આચાર્યશ્રી જેમકે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ના આચાર્યશ્રી જેડી ચૌહાણ સર તથા ઇન્દિરા નગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જીવરાજભાઈસર તથા પેટા કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી રામજીભાઈ સર ના ઉપસ્થિતિ હાજરી અને જેનું સમન્વય આધીન કાર્યક્રમ આયોજીત હતું જેમાં ગામના સરપંચ શ્રી સાથે ગામના આગેવાનો તથા મહેમાનો ત્રણેય સ્કૂલોના સ્ટાફગણ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો તમામ ઉપસ્થિત રહ્યા હતા જે તમે તસવીર રૂપે જોઈ શકો છો
🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નારા લગાવી અને જનગનમન રાષ્ટ્રગાન વંદે માતરમ રાષ્ટ્રગીત અને તિરંગા નું ગીત તિરંગો લહેરાવા માટે વિદ્યાર્થી દ્વારા સરપંચ શ્રી ને આમંત્રિત કરાય છે અને સરપંચશ્રી દ્વારા તિરંગો ફરકાવી અને તમામ ઉપસ્થિત સૌ સલામી આપે છે તસવીરો દ્વારા જોઈ શકો છો
ત્યાર પછી વિધાર્થીઓ ને ચોકલેટ્સ અને મોં મીઠું બાદ આગેવાનોએ તથા ગ્ભેરામજનોએ ટસોગાદ નકદ આપ્યા બાદ તથા સૌ કાર્યક્રમ સફળ પાડી આભાર વિધી અંતે પેટા કેન્દ્ર શાળા નિરોલીના આચાર્ય શ્રી રામજીભાઇએ કરી.
અસ્તુ.!
લી.
માં શક્તિ એજ્યુકેશન- થરાદ
દિનેશભાઇ સુથાર (આંકડાશાસ્ત્ર વિષય શિક્ષક શ્રી ઉતર બુનિયાદી વિધાલય નારોલી)
🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥
0 Comments:
Post a Comment