AD SPACE

કોણ છે શિન્ઝો આબે?:જાપાનના રાજકારણમાં શિન્ઝોનો કેવો છે દબદબો? bharat japan

 


કોણ છે શિન્ઝો આબે?:જાપાનના રાજકારણમાં શિન્ઝોનો કેવો છે દબદબો? PM મોદીના ખાસ મિત્ર છે, ભારતે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે


કોણ છે શિન્ઝો આબે?:જાપાનના રાજકારણમાં શિન્ઝોનો કેવો છે દબદબો? PM મોદીના ખાસ મિત્ર છે, ભારતે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે


નવી દિલ્હીએક કલાક પહેલા

શિન્ઝો આબે એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે

શિન્ઝોના પિતા શિંટારો આબે જાપાનના વિદેશમંત્રી રહ્યા હતા

શિન્ઝો આબેના દાદા નોબુસુકે કિશી પણ વર્ષ 1957-60 સુધી જાપાનના PM રહ્યા હતા

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને રાજકીય પ્રચાર દરમિયાન ગોળી મારવામાં આવી હતી. શિન્ઝો આબેને પાછળથી બે ગોળી વાગી હતી. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, હુમલા બાદ તરત જ તેમને કાર્ડિયાક અરેસ્ટ પણ થયો હતો. આબેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમની સારવાર ચાલુ છે. હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી છે. આવો... જાણીએ કોણ છે શિન્ઝો આબે અને જાપાનના રાજકારણમાં તેમનો દબદબો કેવો છે…

💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥

શિન્ઝો આબે જાપાનના સૌથી અગ્રણી અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાજકારણીઓમાંના એક છે. શિન્ઝો આબે જાપાનના પૂર્વ વડાપ્રધાન છે. તેમનો જન્મ 21 સપ્ટેમ્બર, 1954ના રોજ જાપાનની રાષ્ટ્રીય રાજધાની ટોક્યોમાં થયો હતો. શિન્ઝો આબેના દાદા નોબુસુકે કિશી અને પિતા શિંટારો આબે બંને રાજકારણી હતા.


શિન્ઝો આબેએ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો અને 1977માં સેઇકી યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા હતા. ત્યાર બાદ તેમણે એપ્રિલ 1979માં કોબે સ્ટીલ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.


વર્ષ 1982માં જાપાનના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો


તેમણે 1982માં કંપની છોડી દીધી અને લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના વિદેશમંત્રીના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે સેવા આપી હતી. શિન્ઝો આબેએ સત્તાવાર રીતે વર્ષ 1982માં જાપાનના રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તેમણે કાર્યકારી સહાયકનો પદભાર પણ સંભાળ્યો હતો. શિન્ઝો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (જાપાન) જનરલ કાઉન્સિલના પ્રમુખના ખાનગી સચિવ સહિત તેઓ અન્ય ઘણા સરકારી હોદ્દા પર રહ્યા હતા.


શિન્ઝોએ 2006માં એલડીપીના અધ્યક્ષનું પદ સંભાળ્યું અને જાપાનના વડાપ્રધાન બન્યા હતા

શિન્ઝો આબેએ વર્ષ 1993માં ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 2006માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના અધ્યક્ષનું પદ સંભાળ્યું અને જાપાનના વડાપ્રધાન બન્યા, પરંતુ બાદમાં તેમણે તેમની કેબિનેટ સંબંધિત વિવિધ વિવાદો બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 2012માં તેઓ ફરીથી જાપાનના વડાપ્રધાન બન્યા હતા.

💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥


શિન્ઝોએ 2006માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના અધ્યક્ષનું પદ સંભાળ્યું અને જાપાનના વડાપ્રધાન બન્યા હતા.

શિન્ઝોએ 2006માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના અધ્યક્ષનું પદ સંભાળ્યું અને જાપાનના વડાપ્રધાન બન્યા હતા.

આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા છે

67 વર્ષીય શિન્ઝો આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) પાર્ટી સાથે જોડાયેલા છે. આબે 2006-07 દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા. આબેને આક્રમક નેતા માનવામાં આવે છે. શિન્ઝોને આંતરડાંની બીમારી અલ્સેરટ્રેટિવ કોલાઈટિસ હતું, જેને કારણે તેમણે 2007માં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. શિન્ઝો આબે સતત 2803 દિવસ (7 વર્ષ 6 મહિના) વડાપ્રધાન રહ્યા હતા. અગાઉ આ રેકોર્ડ તેમના કાકા ઇસાકુના નામે હતો.



એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે શિન્ઝો

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શિન્ઝો આબેના દાદા નોબુસુકે કિશી પણ જાપાનના વડાપ્રધાન રહ્યા હતા. નોબુસુકે કિશી વર્ષ 1957-60 સુધી જાપાનના વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે શિન્ઝો આબેના પિતા શિંટારો આબે વર્ષ 1982-86 સુધી જાપાનના વિદેશમંત્રી રહ્યા હતા. શિન્ઝો આબે વર્ષ 2006માં પ્રથમ વખત જાપાનનાં વડાપ્રધાન બન્યા હતા. જોકે બીમારીને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી વર્ષ 2012માં શિન્ઝો આબે ફરીથી જાપાનના વડાપ્રધાન બન્યા. ત્યાર બાદ તેઓ વર્ષ 2020 સુધી સતત જાપાનના વડાપ્રધાન પદ પર રહ્યા હતા.

💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥

       શિન્ઝો આબે જાપાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત ભારતની મુલાકાત લીધી હતી. પ્રથમ વખત શિન્ઝો આબે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન (2006-07) ભારત આવ્યા હતા. તેમના બીજા કાર્યકાળમાં (2012-2020) દરમિયાન તેઓ ત્રણ વખત ભારત આવ્યા હતા. તેઓ જાન્યુઆરી 2014, ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં ભારતના પ્રવાસે આવ્યા હતા.


જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

About Dinesh Bhurjar

0 Comments: