- નાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા કરમાવદ અને મુક્તેશ્વર તળાવમાં પાણી ભરવાને લઈ 125 ગામના ખેડૂતોએ જળ આંદોલન શરૂ કર્યું હતું. જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવી સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 125 ગામની મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 50 હજાર જેટલા પત્રો લખ્યાં હતા. જેને પરિણામે અંતે સરકારે કરમાવદ અને મુક્તેશ્વર તળાવમાં પાણી નાખવાની મંજૂરી આપી દીધી છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
25 વર્ષ બાદ ખેડૂત આગેવાનનું પાણી માટેનું સપનું પૂરું થયું
આજે 125 ગામના ખેડૂતો વડગામ ખાતે એકત્ર થશે અને સ્વ લાલજી મામાનું સપનું પુરૂં થતા ખેડૂતો તેમની પ્રતિમાને પુષ્પાજંલિ કરશે. 25 વર્ષ પહેલાં ખેડૂત આગેવાન સ્વ.લાલજી મામા એ કરમાવાદ તળાવમાં નર્મદાના નીર નખાય તે માટે પ્રયાસો કર્યા હતા જે 25 વર્ષ બાદ પાણી માટેનું સપનું પૂરું થતાં આજે ખેડૂતો તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે.
પાણી નાખવાની મંજૂરી મળતા ખેડૂતોની ઉજવણી
વડગામ ખાતે 125 ગામના ખેડૂતો એકઠા થશે. સ્વ લાલજી મામાનું સપનું પૂરું થતાં ખેડૂતો તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે. સરકાર દ્વારા કરમાવદ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની મંજૂરી મળતા ખેડૂતો ઉજવણી કરવાના છે. મુક્તેશ્વર અને કરમાવદમા પાણી નાખવાને લઈ છેલ્લા અઢી મહિનાથી આંદોલન ચાલી રહ્યું હતું. જેનો સુખદ અંત આવ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
પાણી માટે ખેડૂતોએ જળ આંદોલન શરૂ કર્યું હતું
વડગામ તાલુકામાં આવેલા કરમાવદ અને મુક્તેશ્વર તળાવમાં પાણી નાખવાને લઈ 125 ગામના ખેડૂતોએ જળ આંદોલન શરૂ કર્યું હતું. પાલનપુરમાં 25 હજારથી વધુ ખેડૂતોએ બે કિલોમીટર ની પદયાત્રા કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ખેડૂતો દ્વારા કળશ પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત 125 ગામની મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 50 હજાર જેટલા પત્રો લખ્યા હતા. જેને લઈ આખરે સરકાર દ્વારા કરમાવદ અને મુક્તેશ્વર તળાવમાં પાણી નાખવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જેને લઈ આજે 125 ગામના ખેડૂતો વડગામ ખાતે એકત્ર થશે અને સ્વ લાલજી મામાનું સપનું પૂરું થતા ખેડૂતો તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે.
0 Comments:
Post a Comment