નૂપુર શર્માના સમર્થકનું તાલિબાની પદ્ધતિથી મર્ડર : ઉદયપુરમાં ગળું કાપ્યું , વીડિયો બનાવ્યો ; 7 વિસ્તારમાં કર્ફ્યુ , બંને આરોપીની ધરપકડ
નૂપુર શર્માના સપોર્ટમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી આરોપીઓએ દુકાનમાં ઘૂસીને તલવારના અનેક ઘા માર્યા રાજસ્થાનના ઉદયપુરમાં 10 દિવસ પહેલા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકની તાલિબાની રીતે હત્યા કરી દેવાઈ છે . 2 હુમલાખોરે મંગળવારે ધોળા દિવસે તેમની દુકાનમાં ઘુસ્યા . તલવારના અનેક ઘા માર્યા અને ગળું કાપી નાખ્યું . આ હુમલાનો વીડિયો પણ બનાવ્યો . એટલું જ નહીં , આરોપીઓએ ઘટના પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને હત્યાની જવાબદારી પણ લીધી .
💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥
ઉદયપુરના 7 વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે . જેમાં ધાનમંડી , ઘંટાઘર , હાથીપોલ , અંબામાતા , સૂરજપોલ , ભુપાલપુરા અને સવીના વિસ્તાર સામેલ છે . સાથે જ કલમ 144 લાગુ કરી દેવાઈ છે . આરોપીઓ વીડિયોના માધ્યમથી વડાપ્રધાન મોદીને પણ ધમકી આપી હતી . બંને આરોપી રિયાઝ અંસારી અને મોહમ્મદ ગૌસને રાજસમંદના ભીમથી સાંજે 7 વાગ્યે પકડવામાં આવ્યા . છે .
5 વિસ્તારમાં બજાર બંધ શાંતિ વ્યવસ્થા યથાવત રાખવા માટે ઉદયપુર જિલ્લામાં 24 કલાક સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે . અજમેર , ટોંક , ભીલવાડા અને નાગૌર જિલ્લામાં મંગળવાર રાત્રે 8 વાગ્યાથી લઈને બુધવાર રાત 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે . ઘટનાના વિરોધમાં હાથીપોલ , ઘંટાઘર , અશ્વની બજાર , દેહલી ગેટ અને માલદાસ સ્ટ્રીટની બજાર બંધ છે . આખા રાજસ્થાનમાં એલર્ટ જાહેર કરાયું છે . મૃતદેહ હજુ પણ દુકાનની બહાર જ પડ્યો છે . મૃતકના પરિવારે સરકાર પાસે 50 લાખ રૂપિયા અને સરકારી નોકરીની ડિમાન્ડ કરી છે . તે અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો .
💥💥💥💥💥
💥💥💥💥💥💥
પોલીસ રેકોર્ડની તપાસ કરી રહી છે SP ઉદયપુર મનોજ ચૌધરીએ કહ્યું- જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ઘણી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે . જે પણ કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે . હાલ પરિવાર સાથે કોઈ વાત થઈ નથી . નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ પછી મળી રહેલી ધમકીઓની ફરિયાદના સવાલ પર SP એ કહ્યું કે મૃતક સાથે જોડાયેલા તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે . કેટલાંક આરોપીઓની ઓળખ થઈ છે .
💥💥💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥💥
💥💥💥💥💥💥
💥💥💥💥💥
💥💥💥💥💥💥
Source: News paper
0 Comments:
Post a Comment