ભારત પડોશી દેશોમાં બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે જેની લંબાઈ 4096.7 કિ.મી છે જે ભારતના 5 રાજ્યો પશ્ચિમ બંગાળ , આસામ , મેઘાલય , ત્રિપુરા અને મિઝોરમ સાથે સંકળાયેલી છે . ભારત - બાંગ્લાદેશ વચ્ચે સીમા વહેંચણી રેડકિલફ ચુકાદાના આધારે કરવામાં આવી હતી . કારણ કે 1971 પહેલા બાંગ્લાદેશ પૂર્વે પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું . બંને દેશ વચ્ચે કોઈ ખાસ સીમા વિવાદ નથી પરંતુ નાના - નાના 4 વિવાદ હતા . જેના માટે ન્યાયાધિકરણમાં અપીલ કરવામાં આવી હતી . પ્રથમ વિવાદ રાજશ્રી જીલ્લો ( બાંગ્લાદેશ ) અને મુર્શીદાબાદ જિલ્લા ( ભારત , પશ્ચિમ બંગાળ ) વચ્ચે છે . અહીં ગંગા નદીની એક શાખા વારંવાર રસ્તો બદલતી રહે છે તેથી સીમા બદલાતી રહેવાને લીધે વિવાદ ઉત્પન્ન થાય છે . બીજો વિવાદ કરીમપુર જિલ્લો ( ભારત ) અને દૌલતપુર જિલ્લો ( બાંગ્લાદેશ ) વચ્ચે છે અહીં , રેડકિલક ચુકાદામાં સંશોધન કરીને આંતરરાષ્ટ્રીય સીમા માતાભંગા ( Matabhanga ) નદીની વચ્ચે નક્કી કરવામાં આવી હતી . આથી બાંગ્લાદેશને 13 વર્ગ કિ.મી. નો વિસ્તાર મળ્યો છે . ત્રીજો વિવાદ ભારતના ગારો , ખાસી અને જેન્તિયા પહાડી જિલ્લા તથા બાંગ્લાદેશના સિલહટ જિલ્લા વચ્ચે છે અહી ગાઢ જંગલ વિસ્તાર હોવાથી સીમા રેખા દોરવી મુશ્કેલ છે . ચોથો વિવાદ બારીસારી જીલ્લો ( બાંગ્લાદેશ ) અને આસામના ગોવિંદપુર જિલ્લા વચ્ચે છે . આમ છતાં તમામ વિવાદ સકારાત્મક દિશામાં આગળ વધ્યા અને બંને દેશો 6 સપ્ટેમ્બર , 2017 ના રોજ કેટલાક એન્કલેવના આદાનપ્રદાન માટે સહમત થયા . આ માટે ભારતે 100 મો બંધારણીય સુધારો , 2015 પણ કર્યો છે . જે અંતર્ગત ભારતને 51 એન્કલેવ મળ્યા , જ્યારે બાંગ્લાદેશને 111 એન્કલેવ આપવામાં આવ્યા . બાંગ્લાદેશ સાથે સીમા ધરાવતા તમામ ભારતીય રાજ્યોમાં અવૈધ પ્રવાસી ( Refugee ) ની સમસ્યા ખૂબ જ મોટી છે . બાંગ્લાદેશમાંથી ભારતમાં થતું પ્રવાસન પડોશી રાજ્યોમાં સામાજિક , આર્થિક અને સાંસ્કૃતિક સમસ્યા ઉત્પન્ન કરે છે . come na )
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment