લેખ:
"અંધારા સાથેનું જીવન.!"
લી. દિનેશ ભૂર્જર
છે ને ગઝબ નું.! અજવાસ વચ્ચે જીવનારો માનવ પણ કાળી કોટરી જેવાં અંધારપટમાં રહેવા મજબૂર બની ગયો. માનવ જ્ઞાન બળથી આગળ જરૂર છે પરંતુ ઈશ્વર આગળ હાથ બંધાયેલા અહીં નજરે ચડે છે. એકવીશમી સદી વચ્ચે અંધારું નવાઈ લાગે.!
પણ જવાબ માં માત્ર મૌન જ હતું.
ધગધગતો સુર્ય જેટલો તેજ માનવ કૃત્રિમ રીતે ન બનાવી શકે પરંતુ પ્રયત્ન હંમેશા કરતો રહે છે એ જાણવા છતાં કે સુર્ય સાંજ પડ્યે નિસ્તેજ બને છે.
આગવા જમાનામાં માનવ ની જરૂરિયાતો દિવસ દરમિયાન સંતોષાઈ જતી હસે ત્યારેજ સમી સાંજે વાળુ કરી અંધારાં પથરાય ચોગાને ત્યાં સુધીમાં સૌ ઊંઘી જતાં પરંતુ આ સમય આધુનિકતા નો છે એમાં અંધારા માં માનવ બેચેની અનુભવ કરવા લાગે છે પરાવાર નુકશાન નજરે ચડે છે. દિવસે અને રાત્રે વસ્તી પ્રમાણે માનવ અજવાસ સાથે કેળવાઈ ગયો છે પછી દીવડાનો પ્રકાશ શાને ગમે.!
પરંતું વીજળી વિના અઢળક મુશ્કેલીઓથી મુક્તિ થઈ શકે છે જેમ કે આધુનિક શહેરોમાં જમીન માં કેબલ અને ઇલેક્ટ્રિક સિસ્ટમ માં જડમુળ થી પરીવર્તન લાવવું જરૂરી છે.
અંધારા સાથે મિત્રતા ચાર દિવસથી એવી કેળવાઈ છે જાણે આઝાદી પહેલાંનું ભારત વીજળી માટે વલખાં મારતું હોય! બુલેટ ટ્રેનની ઝડપ કાને ગુંજે છે અને 5g નાં ભણકારા હજી શાંત નથી થયાં ત્યાં આવી કુદરતી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યાં માનવ હાની ટાળી પણ આર્થિક? શું સમજવું એ કલ્પના માટે શબ્દો નથી.
મેં તો માનવ ની માફક અંધારાંથી મિત્રતા કેળવી લીધી છે બહાર ભલે અંધારું હોય અંતર આત્મા માં અજવાળા ની જ્વાળાઓ માનવતા નામે મહેકાવી છે.
આભાર.
0 Comments:
Post a Comment