લેખ : શું શિક્ષક કંજુસ હોય?
લી. દિનેશ ભુર્જર (જાગૃત કલમ)
"કંજુસ" અને એ પણ શિક્ષક.! ખરેખર, મને પણ અનુભવ ક્યાંક થયો હશે.! સમજદારી અને કરકસર ભરેલું જીવન સૌ જીવે છે પરંતુ લોકબોલીમાં "કંજુસ" શબ્દ વ્યવસાય શિક્ષકનેજ લાગું થયું. ડગલેને પગલે કોઇને ઓળખાણ આપીએ કે વ્યવસાયે હું શિક્ષક છું તોય મોઢું મચકોડતા સ્મિત ભરે છે. થોડીક વાર હું પોતે સત્બ્ધ થયો અને પુછી લીધું કે શાને સ્મિત ભરો છો મુખે? વળતો જવાબ તરતજ સૌ મોં પર એક જ હતું "કંજુસ".
શિક્ષક શબ્દ આમતો પ્રાચિન સમયમાં " ગુરુદેવ " ની પ્રતિભા છે છતાંય સમયનીની સાથે વસ્તી વધતાં અને અને શિક્ષણનો વ્યાપ વધતાં સત્વરે "પ્રવાસી શિક્ષકો" ની સુવિધાઓથી મેં રાષ્ટ્ર જોયું છે. ગર્વ લઉ કે શર્મ અનુભવું એ હું પોતે મુંઝવણમાં છું.
શિક્ષકો આખું જીવન અર્પણ પુસ્તકો અને જ્ઞાન પ્રદાનમાં આપી દે છે છતાંય "પેન્શન" બાબતે સળગતાં તાપમાં એકઠાં થતા જોયા છે. માંગ આગળના સરળ જીવનની છે છતાંય આંખ આડા કાન કરી નવી નવી નીતિઓથી ભરમાર થતાં વાતાવરણ જોયું છે.
શિક્ષકની પરખ કંજુસથી નથી "બચત અને કરકસર" ભરેલું જીવન પણ સમજદાર વ્યક્તિ ને "શિક્ષણ" આપી જાય છે એના માટે ક્લાસ ભરવાની જરુર નથી.
મેં આ લેખ સાથે પંક્તિ પણ આલેખી છે: જે અવશ્ય અવશ્ય લેખ સાથે શેર કરજો.
"ઉગે છે ચંડરશ્મિ આભમાં એજ સ્વરુપ અવની પર હું શિક્ષકને જોઉં છું.!" -દિનેશ ભુર્જર
અર્થાત્: આકાશ માં ઉગતા સૂર્ય નો જેટલો તેજ છે એટલું જ્ઞાનની દષ્ટિએ આ પૃથ્વી પર હું ગુરુદેવ શિક્ષક ને માનું છું.
0 Comments:
Post a Comment