વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા શરૂ:PM મોદીએ વિદેશી પ્રવાસીઓને ભારત આવવા અપીલ કરી, વ્યક્તિદીઠ ખર્ચ 19 લાખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીને બે ભેટ આપી છે. પહેલી ભેટ ગંગા વિલાસ ક્રૂઝ અને બીજી 5 સ્ટાર ટેન્ટસિટી. વડાપ્રધાને વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું છે. ગંગા વિલાસ ક્રૂઝ દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા પર નીકળશે. આ દરમિયાન એ 3200 કિલોમીટરની સફર કરશે. એ વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધી જશે
કાર્યક્રમનાં લાઈવ અપડેટ્સ
- PMએ કહ્યું, "હું આ ક્રૂઝ પર સવાર વિદેશી પ્રવાસી સાથીઓને કહીશ કે ભારત પાસે બધું જ છે. ભારતને શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકાતું નથી. ભારતને અનુભવી શકાય છે. આ ક્રૂઝ પ્રવાસ નવા અનુભવો લાવવા જઈ રહ્યો છે. "ક્રૂઝમાં સવાર પ્રવાસીઓને ભારતનાં ધર્મ, કલા, સંસ્કૃતિ, પર્યાવરણ, નદીઓ અને સમૃદ્ધ ભોજનથી પરિચિત થવાની તક મળશે."
- "આ ક્રૂઝ જ્યાંથી પસાર થશે ત્યાં વિકાસની નવી લાઇન બનાવશે. શહેરો વચ્ચે લાંબી રિવર ક્રૂઝની યાત્રા ઉપરાંત અમે નાના ક્રૂઝને પણ પ્રોત્સાહન આપીશું. આ માટે દેશમાં તમામ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. માતા ગંગાની ગોદમાં નવી ટેન્ટસિટી કાશી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને એક નવો અનુભવ આપશે.
- "નદીના જળમાર્ગો હવે ભારતની નવી તાકાત બનશે. ગંગા વિલાસ ક્રૂઝની શરૂઆત કોઈ સામાન્ય વાત નથી. 3200 કિલોમીટરથી વધુની આ યાત્રા ભારતમાં આંતરદેશીય જળમાર્ગોના વિકાસનું ઉદાહરણ છે. 2014 પહેલાં ત્યાં કોઈ જળમાર્ગો નહોતા. દેશમાં એનો બહુ ઓછો ઉપયોગ હતો. ભારતમાં જળમાર્ગોનો પ્રાચીન ઇતિહાસ હતો. 2014 પછી અમે દેશની મુખ્ય નદીઓમાં જળમાર્ગોના વિકાસ માટે કાયદો બનાવ્યો. 2014માં 5 રાષ્ટ્રીય જળમાર્ગો હતા. દેશમાં આજે 24 રાજ્યમાં 111 જળમાર્ગો વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે.
- "ગંગા આપણા માટે માત્ર એક જળપ્રવાહ નથી. એ ભારતની તપસ્યાની સાક્ષી છે. આનાથી વધુ કમનસીબી શું હોઈ શકે કે ગંગા કિનારે વિકાસને બદલે એ પછાત થઈ ગઈ. આ જ કારણ છે કે લાખો લોકોએ ગંગા કિનારેથી સ્થળાંતર કર્યું, તેથી જ અમે નમામિ ગંગે શરૂ કર્યું.
- "બીજી તરફ, અર્થ ગંગા દ્વારા, ગંગાના કિનારે રાજ્યોમાં આર્થિક પ્રવૃત્તિઓ વધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ગંગા વિલાસ રિવર ક્રૂઝ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ આસામ અને બાંગ્લાદેશની યાત્રા દ્વારા એક નવું પરિમાણ બનાવશે."
.
0 Comments:
Post a Comment