AD SPACE

ભારતના રાષ્ટ્રપતિ નું દેશને સંબોધન : અક્ષરશઃ વાંચો

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાષ્ટ્રના નામે પોતાના સંદેશમાં કહ્યું-74મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર, દેશ અને વિદેશમાં રહેનાર ભારતીય લોકોને, હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. જ્યારે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યાં સુધી રાષ્ટ્રના રૂપમાં આપણે હળીમળીને જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેની ઉજવણી કરીએ છીએ.

આપણે બધા એક છીએ, અને આપણે બધા ભારતીયો છીએ. આટલા બધા સંપ્રદાય અને આટલી ભાષાઓએ આપણને વિભાજિત નથી કર્યા, પરંતુ જોડ્યા છે. તેથી જ આપણે લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સફળ થયા છીએ. આ ભારતનો સાર છે.

ભારત એક ગરીબ અને નિરક્ષર રાષ્ટ્રની સ્થિતિથી આગળ વધીને વિશ્વ મંચ પર આત્મવિશ્વાસથી ભરેલો દેશ બન્યો છે. બંધારણ ઘડનારાઓના સામૂહિક શાણપણના માર્ગદર્શન વિના આ પ્રગતિ શક્ય ન બની હોત.

વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની
ગયા વર્ષે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. આર્થિક અનિશ્ચિતતાની વૈશ્વિક પૃષ્ઠભૂમિ સામે આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સક્ષમ નેતૃત્વ અને અસરકારક સંઘર્ષની મદદથી, આપણે ટૂંક સમયમાં મંદીમાંથી બહાર આવ્યા, અને વિકાસની આપણી સફર ફરી શરૂ કરી.

રાષ્ટ્રીય શિક્ષા નીતિનાં વખાણ કર્યાં
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શીખનારાઓને 21મી સદીના પડકારો માટે તૈયાર કરે છે અને આપણી સંસ્કૃતિ પર આધારિત જ્ઞાનને સમકાલીન જીવન સાથે સુસંગત બનાવે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે આપણી સિદ્ધિઓ પર આપણે ગર્વ અનુભવી શકીએ છીએ. સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત કેટલાક અગ્રણી દેશોમાંનો એક છે.

મહિલા સશક્તિકરણ માત્ર કહેવા પૂરતું નથી રહ્યું
મહિલા સશક્તિકરણ અને મહિલા અને પુરુષ વચ્ચે સમાનતા હવે માત્ર કહેવા પૂરતી નથી. મારા મનમાં કોઈ શંકા નથી કે મહિલાઓ આવનારા કાલ માટે ભારતને સ્વરૂપ આપવા વધુ યોગદાન આપશે. સશક્તિકરણ જ અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિત નબળા વર્ગના લોકો માટે સરકારની કાર્યપ્રણાલીનું માર્ગદર્શન આપે છે.

ભારત આ વર્ષે G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે.
આ વર્ષે ભારત G-20 દેશોના સમૂહની અધ્યક્ષતા કરી રહ્યું છે. સાર્વત્રિક ભાઈચારાના આપણા આદર્શને અનુરૂપ, આપણે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે ઊભા છીએ. G-20નું અધ્યક્ષપદ ભારતને વધુ સારી દુનિયાના નિર્માણમાં યોગદાન આપવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા આપે છે.

ગ્લોબલ વોર્મિંગ મોટો પડકાર
મારા મતે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ એ એવા પડકારો છે જેને તાકીદે સંબોધિત કરવાની જરૂર છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને આબોહવા પરિવર્તનનાં આત્યંતિક સ્વરૂપો દેખાઈ રહ્યાં છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે આપણે પ્રાચીન પરંપરાઓને નવા દૃષ્ટિકોણથી જોવી પડશે. આપણે આપણી મૂળભૂત પ્રાથમિકતાઓ પર પણ પુનર્વિચાર કરવો પડશે. પરંપરાગત જીવન-મૂલ્યોનાં વૈજ્ઞાનિક પરિમાણોને સમજવાનાં છે.

દેશ બનાવનાર તમામ લોકોની પ્રશંસા
હું ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ભૂમિકાની પ્રશંસા કરું છું જેમની સામૂહિક શક્તિ આપણા દેશને "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન"ની ભાવના સાથે આગળ વધવા સક્ષમ બનાવે છે. દેશની પ્રગતિમાં યોગદાન આપનાર દરેક નાગરિકની હું પ્રશંસા કરું છું.

સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠે પહેલીવાર દેશને સંબોધન કર્યું હતું
રાષ્ટ્રપતિ મૂર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધન કર્યું છે. તેમના પહેલાં સંબોધનમાં તેમણે મહિલાઓના અધિકારોથી લઈને આદિવાસી સમુદાયના યોગદાન વિશે વાત કરી હતી. એવું પણ કહ્યું હતું કે, કોરોના સમયમાં જ્યારે આખી દુનિયા સંકટ સામે ઝઝૂમી રહી હતી ત્યારે ભારતે પોતાને સંભાળ્યું છે. હવે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકાસ કરતી આર્થિક વ્યવસ્થાઓમાંથી એક છે.

ભારતમાં શરૂથી જ મહિલાઓને મળ્યો છે વોટિંગ રાઈટ
રાષ્ટ્રપતિએ કહ્યું કે, મોટાભાગના લોકતાંત્રિક દેશોમાં મહિલાઓને વોટિંગ રાઈટ્સ મેળવવા ખૂબ સંઘર્ષ કરવો પડે છે. જ્યારે ભારતમાં ગણતંત્રની શરૂઆતથી જ મહિલાઓને આ અધિકાર મળેલો છે.

About Dinesh Bhurjar

0 Comments: