AD SPACE

નરેન્દ્રમોદી ગુજરાતનાં થીરપુર થરાદના પ્રવાસે 31/10...............

થરાદ મલુપુર ગામે 31 10 ના રોજ નરેન્દ્ર મોદીજી આપણા વડાપ્રધાન થરાદ ખીરપુર નગરીએ સભા યોજવાના હોય પધારી રહ્યા છે થીરપુર નગરી ઉમળકાભેર સ્વાગત કરવા તત્પર છે સૌને આશા છે કે થરાદને જિલ્લો બનાવવાની ઘોષણા થઈ શકે છે...




વધુ આગળ,

આવેલ ગુજરાત પ્રવાસે તે વખતની વિગત👇

ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદી આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. જામનગર જિલ્લાના રૂપિયા 1448 કરોડના વિકાસ પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર પધારેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરના રોડ શો દરમિયાન અને સભા સ્થળ પર લોકોની હાજરી જોઈ વડાપ્રધાને કહ્યું હતું કે, આજે જામનગરે વટ પાડી દીધો.

PM મોદીના સંબોધનના મુખ્ય અંશો

  • રોડ શોમાં અને સભા સ્થળે લોકોની હાજરી જોઈ PMએ કહ્યું- 'જામનગર આજે વટ પાડી દીધો'
  • જામનગરમાં કહ્યું- 'છોટી કાશી'ના લોકોના આશીર્વાદ અને મોટી કાશીનો MP
  • 'જામનગરનો કોઈપણ ભાઈ કચ્છ જાય ત્યારે ભુજમાં સ્મૃતિ વન જવાનું ચૂકે નહીં'
  • 'હું આજે જામનગર આવ્યો છું ત્યારે જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહને સત સત નમન કરું છે'
  • 'જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મારા પર ખૂબ આશીર્વાદ રહ્યા છે, એમનું માર્ગદર્શન આપણે મળતું રહે'
  • 'જામનગર ક્રિકેટની દુનિયામાં આજે પણ ભારતનો તિરંગો રોપ્યા કરે છે'
  • 'રણજી ટ્રોફી જ્યારે લઈએ ત્યારે ગુજરાતની આન-બાન-શાનનો વિચાર આવે'
  • 'દેશનું 35 ટકા ક્રુડ ઓઈલ જામનગરની ધરતી પર રિફાઈન્ડ થાય છે'
  • 'જામનગર એટલે છોટી કાશી તો ખરું પણ સૌભાગ્યનગરી તરીકે પણ ઓળખાય છે'
  • 'જામનગરના કંકુ, ચુડી ચાંદલા, સુડી બાંધણી આ મારા સૌભાગ્યનગરની ઓળખ છે'
  • 'જામનગરના બ્રાસ ઉદ્યોગમાં નાની પીન પણ બને અને એરક્રાફ્ટના પાર્ટસ પણ બને છે'
  • 'પહેલાની સરકારમાં અંગ્રેજોના જમાનાના કાયદા ચાલતા, મેં ટીમ બનાવી બધું કઢાવ્યું'
  • '2000 કાયદા તો મેં ખતમ કર્યા છે. વેપારીના ધ્યાનમાં કોઈ કાયદો હોય તો મારા ધ્યાને મૂકજો'
  • '2014 પહેલા દુનિયામાં ભારત અર્થવ્યવસ્થામાં 10માં નંબરે હતું હવે આપણે 5માં નંબરે પહોંચી ગયા છીએ'
  • 'આપણા પર જેને 250 વર્ષ રાજ કર્યું હતું તેને ભારતે અર્થવ્યવસ્થામાં પાછળ રાખી દીધું'

જામનગરમાં વડાપ્રધાને જામ દિગ્વિજયસિંહને યાદ કર્યા
જામનગરમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહને સત સત નમન કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, જામ દિગ્વિજયસિંહે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકોને જામનગરમાં આશરો આપ્યો હતો. જેનું ઋણ પોલેન્ડ આજે પણ ભૂલ્યું નથી. થોડા સમય પહેલા યુક્રેનમાં જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા ત્યારે પોલેન્ડ સરકારે તેને પરત લાવવા મદદ કરી તેનું કારણ મહારાજા દિગ્વિજયસિંહના દયાળું સ્વભાવની મૂડી હતી.

બેટ દ્વારકામાં દબાણો દૂર કરવા બદલ PMએ CMને અભિનંદન પાઠવ્યા
દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં થયેલા દબાણો રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ મામલે આજે વડાપ્રધાને જામનગરમાં નિવેદન આપતા કહ્યું હતું કે, દરિયાઈ પટ્ટી પર જે દબાણો થયા હતા તે ચૂપચાપ સફાચટ કરી દેવાયા.આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર હમણા ભૂપેન્દ્રભાઈ 'સફાઈ' કરી રહ્યા છે. મક્કમ મનનો માનવી લીડરશીપ લેતો હયો ત્યારે નીચે સુધી ખબર પહોંચી જતી હોય છે.

સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ
જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ફ્લાયઓવર અને ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયું
જામનગરના લાલપુર બાયપાસ પાસે ફ્લાય ઓવર અને હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રેલવે ઓવરબ્રિજનું આજે વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

140 કરોડના ખર્ચે 40 મેગાવોટના સોલાર PV પ્રોજેક્ટ તૈયાર કરાયો
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા સરકારી ખરાબાની જમીન પર 40 મેગાવોટ ક્ષમતાની ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સૌર ઉર્જા આધારિત વીજ પરિયોજના જામનગર જિલ્લાના હરિપર ગામ ખાતે રૂ.176કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પરિયોજના અસમથળ અને વિવિધ કુદરતી નાળાઓ ધરાવતી જમીન પર માત્ર ત્રણ મહીનામાં ઈજનેરી મદદથી સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલ છે. એક તરફ જ્યારે વધી રહેલા પ્રદૂષણ અને વધી રહેલી ઉર્જાની માંગે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં સૂર્યના કિરણોથી વિકાસને વેગ આપવા હરિત ઉર્જાનો થયો સંચાર થયો છે. જી.એસ.ઈ.સી.એલ. દ્વારા જામનગરના હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર 40 મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી પ્રતિ વર્ષ 105.765 મિલિયન યુનિટનું ઉત્પાદન થશે. અને સાથે જ 84.61મેટ્રીક ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.

sorce; divyabhaskar

About Dinesh Bhurjar

0 Comments: