AD SPACE

બનાસકાંઠા માં ધોધમાર વરસાદ બનાડેમ ઓવરફ્લો.. કયા તાલુકા માં કેટલો વરસાદ

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે રેડ એલર્ટ અપાયું છે ત્યારે દિયોદર પંથકમાં વરસાદ બે દિવસથી સતત પડતા જન જીવન અસ્ત વ્યસ્ત થવા પામ્યું છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને દિયોદર શહેર ની ગલીઓ અને નીચાંણ વાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવના કારણે લોકોમાં ભય નો ઓથાર જોવા મળી રહ્યો છે અને ગત રાત્રીએ પડેલા વરસાદના અને વીજળી ના કારણે ફોરણા ગામે એક ગાય અને એક ભેંસ નું અકાસી વીજળી પડતા મોત થયાં છે આમ દિયોદર પંથકમાં આ વરસાદ આફત નો વરસાદ સાબિત થઈ રહ્યો છે

🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍
બનાસનદી ગાંડીતુર બનતા મામલતદારે નદી કાંઠે લોકોને ન જવા માટે સુચના અપાઇ . અમીરગઢ તાલુકાના ઇકલબાલગઢ નજીક થી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતા અમીરગઢ મામલતદારે નદીના પટમા ન જવા માટે સુચના આપી . અમીરગઢ તાલુકામા મેઘરાજા મહેરબાન થઇ ને વરસી રહ્યા છે ત્યારે ઉપરવાસમા ભારે વરસાદ પડવાથી ઇકબાલગઢ પાસે થી પસાર થતી બનાસનદી બન્ને કાંઠે વહેવા લાગી છે ત્યારે ભારે વરસાદ પડવાથી પાણીના પ્રવાહનો વધારો થયો હતો જેથી સ્થાનિક લોકો અને માછીમારોને નદીના પટમા ન જવા માટે મામલતદારે સુચના આપી હતી .

બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના નીચે મુજબના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે – ભીલડી – બલોધર રોડ , ભીલડી – નેસડા – પેપળુ રોડ , નેશનલ હાઇવે થી ઘટનાળ રોડ , સ્ટેટ હાઇવે થી ઘટનાળ રોડ , નવી ભીલડી થી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ , પાલડી - વડલાપુર રોડ , કંસારી શેસુરા રોડ , ગુગળ એપ્રોચ રોડ , પેપરાળ - ગણતા રોડ , લાખણી , ગોઢ થી છત્રાલા રોડ .

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎

અમીરગઢ 45 મિમિ , કાંકરેજમાં 96 મિમિ , ડીસામાં 108 મિમિ , થરાદમાં 48 મિમિ , દાંતામાં 19 મિમિ , દાંતીવાડામાં 81 મિમિ , દિયોદરમાં 77 મિમિ , ધાનેરામાં 80 મિમિ , પાલનપુરમાં 48 મિમિ , ભાભરમાં 24 મિમિ , લાખણીમાં 65 મિમિ , વડગામમાં 87 મિમિ , વાવમાં 57 મિમિ , સુઈગામમાં 33 મિમિ વરસાદ વરસ્યો હતો .

બનાસકાંઠા નાથરાદ શહેર સહિત આજુબાજુના ગામોમાં ભારે વરસાદ થરાદ માં બે ઇંચ વરસાદ ખાબકતાં પાણી પાણી મોડી સાંજે થી થરાદમાં ધોધમાર વરસાદ પડતાં રોડ રસ્તાઓ ઉપર પાણી . થરાદ શહેર માં રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચલાવું બન્યું મુશ્કેલ થરાદ બસસ્ટેન્ડ ના વર્કશોપ આગળ ભરાયા વરસાદી પાણી . શહેરના નીચાણવાળા વિસ્તાર માં પણ વરસાદી પાણી ભરાયાં





About Dinesh Bhurjar

0 Comments: