થરાદના ધારાસભ્ય પશુઓમાં પ્રસરેલો લમ્પી રોગ સત્વરે અટકાવવા તથા મૃત્યુ પામેલા ગૌવંશના માલિકોને આર્થિક સહાય ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો . સમગ્ર રાજ્યમાં ગાય , ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી રોગ પ્રસર્યો છે . ત્યારે થરાદ વિધાનસભા મતવિસ્તારમાં પશુઓમાં પણ લમ્પી રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે . બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 20 હજાર કરતાં વધારે ગૌવંશ મૃત્યુ પામ્યો છે . આ રોગને અટકાવવા માટે પશુ દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ , પૂરતી દવા અને પૂરતી રસી હોવી જોઈએ . પરંતુ તે ઉપલબ્ધ ન હોવાના કારણે આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે .
માલિકોને આર્થિક સહાય ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો થરાદ વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા તથા રાજ્યમાં જ્યાં - જ્યાં લમ્પી રોગ જોવા મળે છે ત્યાં પૂરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ કરાવવા , પૂરતી દવા ઉપલબ્ધ કરાવવા , પશુ દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવી , લમ્પી રોગને વધુ ફેલાતો અટકાવવા તથા મૃત્યુ પામેલ ગૌવંશના માલિકોને સર્વે કરાવી તેની સહાય ચૂકવવા માટે જરૂરી કાર્યવાહી સત્વરે કરાવવા મારી ભલામણ સહ વિનંતી સાથે ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો .
0 Comments:
Post a Comment