હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. થરાદ પંથકમાં દસ થી આઠ કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે વહેલી સવારથી વરસી રહેલ વરસાદને પગલે રોડ રસ્તાઓ ઉપર 5 ઇંચ પાણી ભરાઈ ગયું છે. થરાદના નારણદેવી મંદિરથી માર્કેટયાર્ડ જવાના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલ મકાનમાં પણ વરસાદી પાણી ભરાયા છે. રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચલાવું ખુબ મુશ્કેલ બન્યું છે. ત્યારે થરાદમાં બસસ્ટેન્ડ વર્કશોપ આગળ હાઇવે પર ફોરલેનની કામગીરીમાં કરાયેલા ખાડામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
💥💥💥💥💥💥💥💥💥
💥💥💥
બસ સ્ટેન્ડ વર્કશોપની આગળ પાણી ભરાતા મુસાફરોને હાલાકી ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. થરાદ પંથકમાં ભારે ઉકળાટ બાદ પડતાં મોડી રાત્રેથી ચોમાસાનો પહેલો ધોધમાર વરસાદ પડતાં ગરમીમાંથી રાહત મળી અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. ત્યારે બીજી તરફ થરાદ શહેરમાં ભારે વરસાદ પડતાં શહેરના હાઇવે રોડ અને બસ સ્ટેન્ડ વર્કશોપની આગળ તેમજ અનેક વિસ્તારમાં પાણી ભરાતાં શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા. રવિવાર હોવાથી ધંધા રોજગારવાળાઓને પણ મોટી રાહત મળી. થરાદમાં ગત મોડી રાત્રેથી હજુ સુધી વરસાદ વરસવાનું ચાલુ છે. ત્યારે થરાદમાં 12વાગ્યા સુધીમાં 140 m.m વરસાદ નોંધાયો હતો.
0 Comments:
Post a Comment