'સમ્રાટ પૃથ્વીરાજ'માં છબરડો?:અક્ષય કુમારે ફિલ્મનો એક સીન શૅર કર્યો, યુઝર્સે આડેહાથ લેતા કહ્યું- ચા પીવા માટે દોરડું થોડું ઢીલું રાખ્યું
ફોટો ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવશે કે અક્ષયના હાથ દોરડાથી બાંધવામાં આવ્યા છે. જોકે, અક્ષયના હાથમાં જે રીતે દોરડું બાંધવામાં આવ્યું છે, તેની સો.મીડિયા યુઝર્સે મજાક ઉડાવી છે. દોરડું એ હદે ઢીલું છે કે કોઈ પણ સરળતાથી તેમાંથી પોતાનો હાથ બહાર કાઢી શકે છે.
ચા પીવા માટે દોરડું ઢીલું છે
એક યુઝરે કહ્યું હતું, 'ચા પીવા માટે દોરડું ઢીલું રાખ્યું છે.' અન્યે કહ્યું હતું, 'આટલા ટાઇટ હાથ કોણ બાંધે છે? હાથ દુખવા લાગશે.' બીજા એકે કમેન્ટ કરી હતી, 'કંઈક તો ડેડીકેશન બતાવો, ડિટેલિંગ પર કંઈક કામ કરો. ચહેરા પર ના થાક છે, ના હારવાનું દુઃખ છે.' યુઝર્સે અક્ષયની એક્ટિંગ પર પણ સવાલ કર્યા હતા.
ફિલ્મમાં કોણ કોણ છે?
પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર તથા માનવ વિજ પણ છે. ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે.
💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥
શાહનો સ્પેશિયલ સંવાદ:અમિત શાહે પત્ની સોનલ સાથે 'સમ્રાટ પૃથ્વીરાજ' જોઈ, 13 વર્ષ બાદ સાથે ફિલ્મ જોવા ગયા અને પછી બોલ્યા- 'ચલિયે હુકુમ'
અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થાય તેના બે દિવસ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું.
અમિત શાહ પત્ની સોનલ સાથે 13 વર્ષ બાદ ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ પૂરી થઈ તો શાહ થિયેટરમાંથી બહાર જવા લાગ્યા હતા. જોકે, પત્ની સોનલ ત્યાં જ ઊભાં રહ્યાં હતાં. આ દરમિયાન અમિત શાહે કંઈક સ્પેશિયલ કર્યું હતું. શાહે એ જ અંદાજમાં પત્નીને ઘરે જવાનો આગ્રહ કર્યો હતો, જે અંદાજમાં ફિલ્મમાં સંવાદ બોલવામાં આવ્યો હતો. શાહે પત્નીને કહ્યું હતું, 'ચલિયે હુકુમ.'
દિલ્હીમાં સ્ક્રીનિંગ યોજાયું
પહેલી જૂન એટલે કે બુધવારે દિલ્હીના ચાણક્ય થિયેટરમાં ગૃહમંત્રી અમિત શાહ માટે 'સમ્રાટ પૃથ્વીરાજ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું.
અક્ષય કુમારે શું કહ્યું?
ગૃહમંત્રીએ ફિલ્મની પ્રશંસા કરી તો અક્ષય કુમારે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેમનો આભાર માન્યો હતો. અક્ષયે કહ્યું હતું, 'મારા માટે આ સાંજ ભાવુક તથા ગર્વથી ભરેલી હતી. ગૃહમંત્રી અમિત શાહે અમારી ફિલ્મ જોઈ. તેમણે અમારી ફિલ્મની પ્રશંસા કરીને અમારી મહેનત સફળ બનાવી છે.. તેમનો ઘણો જ આભાર.'
ફિલ્મમાં કોણ કોણ છે?
પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર તથા માનવ વિજ પણ છે. ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે.
💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥
0 Comments:
Post a Comment