💥💥💥💥💥
💥💥💥💥💥💥💥💥💥💥
👉સમગ્ર ઘટના;
હજારો ખેડૂતો રસ્તા પર ઊતર્યા : બનાસકાંઠાનાં 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવાની માગ , રાહથી થરાદ સુધી ખેડૂતોએ બાઇક રેલી યોજી
. થોડા સમય અગાઉ ખેડૂતોએ મલાણાથી પાલનપુર સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી જિલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઊતરવું પડે છે
💥💥💥💥💥💥💥💥💥💥💥
💥💥💥💥
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પાણીની સમસ્યા કંઇ નવી નથી . વર્તમાન સમયે સ્થિતિ એવી છે કે રણ વિસ્તારમાં કેનાલો તો બનાવી છે , પરંતુ સિંચાઇ માટે સમયસર પાણી અપાતું નથી . બીજી તરફ , પહાડી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર છે . પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે . થોડા સમય અગાઉ ખેડૂતોએ મલાણાથી પાલનપુર પહોંચી કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરી હતી , જ્યારે આજે થરાદના ખેડૂતોએ 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી બાઇક રેલી યોજી છે . જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવશે , જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે .
💥💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥💥💥
ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે આજે સરહદી પંથકના થરાદમાં પાણીની વિકટ સમસ્યાને લઇ ખેડૂતો ફરી આંદોલન પર ઊતર્યા છે . રાહથી થરાદ સુધી ખેડૂતોની મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી છે . બાઈક રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવશે . ખેડૂતોની માગ છે કે 97 ગામને નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવવા આવે અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે . જો આમ નહીં કરવામાં આવે તો ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે .
અગાઉ પણ ખેડૂતો રસ્તા પર ઊતર્યા હતા બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઊતરવું પડે છે , જેમાં થોડા સમય અગાઉ માલાણા તળાવ ભરવાને લઇ 10 હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા . ત્યાર બાદ વડગામ તાલુકાના કર્માવદ અને મુક્તેશ્વર ડેમ ભરવાની લઈ 20 હજારથી વધુ ખેડૂતો પાલનપુરમાં બે કિમીની પદયાત્રા કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડેમો ભરવાની લઈને રજૂઆત કરી હતી . જ્યારે હવે થરાદ પંથકના ખેડૂતોને રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે .
💥💥💥💥
💥💥💥💥💥💥💥💥💥💥💥
Share....
0 Comments:
Post a Comment