ધંધા અથવા ઉત્પાદનના થોડાક એકમો તેમના જ વર્ગના મોટા ભાગના એકમો કરતાં વધારે નફાની કમાણી કરતા હોય છે. તેવા એકમોને ચાલુ હાલતમાં ખરીદવા માટે તેમની અસ્કામતોની પ્રવર્તમાન કિંમત કરતાં વધારે કિંમત આપવા માટે હરીફો અથવા નવા આગંતુકો (newcomers) તત્પરતા દર્શાવે છે. આવી વધારે મળેલી અથવા મળવાપાત્ર રકમ તે વિશિષ્ટ એકમની પાઘડી (good will) કહેવાય છે. પાઘડીનું અસ્કામત તરીકે અલગ અસ્તિત્વ નથી અને તે ધંધાની સમગ્રતા સાથે અતૂટ રીતે સંકળાયેલ હોય છે. ધંધો બંધ થઈ જાય તો તેનું અસ્તિત્વ નાશ પામે છે. તે એક અમૂર્ત અને અગોચર અસ્કામત છે અને એકમનું સાંગોપાંગ વેચાણ થાય તો જ તે વેચાણપાત્ર અસ્કામત બની શકે છે. ધંધાના ભૌગોલિક સ્થાન, કાચી સામગ્રીની પ્રાપ્તિ માટે સરકારી ક્વોટા અથવા લાઇસન્સ, પાણી, વીજળી વગેરેની સવલતો, સુચારુ વ્યવસ્થાપન અને ઉત્પાદિત માલ માટે નોંધાયેલો અને સમય જતાં ખ્યાતિ પામેલો ટ્રેડમાર્ક વગેરે પાઘડીના ઉદભવ માટે અગત્યનાં પરિબળો છે. પાઘડીનું મૂલ્યાંકન અતિસંકુલ પ્રક્રિયા છે. તેથી હિસાબનીશો, અન્વેષકો, નાણાકીય તજ્જ્ઞો, શૅરદલાલો, સંચાલકો અને સરકારી સંસ્થાઓ વચ્ચે મૂલ્યાંકન અંગે એકમતી પ્રવર્તતી નથી. ખરીદનાર અને વેચનાર વચ્ચે તીવ્ર સોદાબાજીના આધારે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સામાન્ય રીતે એકમે અગાઉનાં ચાર કે પાંચ વર્ષોમાં કરેલા અધિનફાની સરેરાશ કાઢીને તેની બે અથવા ત્રણગણી રકમના આધારે પાઘડી નક્કી કરવામાં આવે છે.
Cheptar 3
Cheptar 1
Important Link | |
1.ભાગીદારી વિષય પ્રવેશ સમગ્ર ppt | Click here |
Dinesh Sir (B.comClick here; M.com Bed)
NOTE:
Important Link
Chepter 2
Important Link | |
2.ભાગીદારી પેઢી વાર્ષિક હિસાબો ppt | Click here અહીં દબાવો |
Dinesh Sir (B.com; M.com Bed)
Important Link | |
યુબીવી નિરોલી ઇન્સ્ટાગ્રામ ઓફિસયલ ફોલોવ કરો: | |
યુબીવી યુટ્યુબ સબ્સ્ક્રાઇબ કરો: |
પ્રકાશિત સ્થળ : શ્રી ઉત્તર બુનિયાદી સ્કુલ નારોલી
Admission NOW
9&10 &
ARTS SCIENCE COMMERCE
0 Comments:
Post a Comment