1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે. ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, તેમને રાજ્યના ઈન્ચાર્જ પોલીસવડા બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય કાયમી નહીં પરંતુ ઈન્ચાર્જ DGP તરીકે કાર્યરત રહેશે.રક્ષાશક્તિ યુનિ.ની સ્થાપનામાં મોટી ભૂમિકા
વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો.માં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષાશક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment