જુઓ, પ્રકરણ - 5 રાજકીય પરિસ્થિતિનો નવો માહોલ ગાંધીજીનો પ્રભાવ - 1915-1930 - દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના અધિકાર સારૂ ગાંધીજીએ ચલાવેલી લડત સફળ થઈ . ત્યારબાદ ગાંધીજી 14 મી ડિસેમ્બર , 1914 ના રોજ પરત ભારત આવવા નીકળ્યા . 9 મી જાન્યુઆરી , 1915 ના રોજ મુંબઈ આવ્યા . મુંબઈમાં ગુજરાતીઓએ 14 મી જાન્યુઆરી 1915 ના રોજ તેમનું જાહેર સ શાળાન્માન કર્યું . 17 મી જાન્યુઆરી 1915 મુંબઈથી રાજકોટ ગયા . 1 ફેબ્રુઆરી , 1915 ના રોજ તેઓ અમદાવાદ આવ્યા અને બીજા દિવસે શેઠ મંગળદાસ અને અમદાવાદના બીજા વૈષ્ણવ ધનિકો સાથે ચર્ચા વિચારણા કરી તે બધાએ ગાંધીજી અમદાવાદમાં પોતાનો આશ્રમ સ્થાપે તો આર્થિક જવાબદારી લેવાની પણ તૈયારી બતાવી . અમદાવાદની પસંદગી સંદર્ભે ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં નોંધ્યું છે કે , “ અમદાવાદ ઉપર મારી નજર કરી હતી . હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો . અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી . ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો વધારે મદદ કરી શકશે એ પણ આશા હતી . ગાંધીજીએ અમદાવાદમાં માત્ર ગુજરાત જ 2 37 નહીં પરંતુ સમગ્ર દેશની ચેતના કેન્દ્ર બનાવવાની લાયકાતના દર્શન કર્યા હતાં . આથી ગાંધીજીએ તેમનો આશ્રમ અમદાવાદમાં સ્થાપ્યો . અને વિશ્વ ફલક ઉપર અમદાવાદ હિંદના માંચેસ્ટરને બદલે ગાંધીના અમદાવાદ તરીકે ભવિષ્યમાં ઓળખાશે તેની ભૂમિકા બંધાઈ .
અમદાવાદમાં ગાંધીજીએ વસવાનું નક્કી કર્યા બાદ વસવાટ યોગ્ય મકાનની શોધ આદરી .11 મી મે , 1915 ના રોજ તેઓ અમદાવાદ આવ્યા , અને આશ્રમ માટે અમદાવાદની પશ્ચિમે આવેલ પરા કોચરબમાં , જીવણલાલ વ્રજલાલ દેસાઈનો બંગલો જોયો.તેને ભાડે રાખી આશ્રમનું નામ “ સત્યાગ્રહ આશ્રમ ” રાખ્યું . 20 મી મે 1915 ના રોજ ત્યાં રહેવાનું શરૂ કર્યું . 25 મી મે , 1915 થી આશ્રમની નિત્યક્રમ મુજબની દિનચર્યા શરૂ થઈ . આશ્રમ સારૂ નિયમાવલિ બની . એ નિયમાવલિમાં સર ગુરૂદાસ બેનરજીએ નમ્રતાને પણ સ્થાન આપવાનું સૂચવ્યું.નમ્રતાનો આ ગુણ , બાપુએ પોતાના જીવનમાં અને પોતાના અનુયાયીઓમાં પ્રગટાવ્યો . તે સમયે આશ્રમમાં 25 સ્ત્રી - પુરૂષો એક જ રસોડે જમતાં હતાં.તે 3 આશ્રમની સ્થાપના પછી થોડાક જ સમયમાં 11 સપ્ટેમ્બર , 1915 ના રોજ એક અંત્યજ કુટુંબ ઠક્કરબાપાની ભલામણથી આશ્રમમાં વસવા આવ્યું . એ પરિવારમાં દુદાભાઈ તેમનાં પત્ની દાનીબેન અને નાની બાળકી લક્ષ્મી હતાં . આશ્રમમાં ખળભળાટ મચી ગયો . આશ્રમને મળતી આર્થિક મદદ બંધ થઈ ગઈ . મગનલાલ જેવા ગાંધીજીના સહયોગી પણ આ અંત્યજના આશ્રમ પ્રવેશ બાબતે નારાજ હતા . આશ્રમ બંધ કરવો પડે તેટલી આર્થિક ભીંસ આવી પડી . ત્યારે એક અનામી શેઠ 13,000 રૂપિયા જેટલી મદદ કરીને ચાલતા થયા . આ મદદ કરનાર શેઠ અંબાલાલ સારાભાઈ હતા . અમદાવાદે ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમને આ રીતે અનુમોદન આપી , ગાંધીજીના પ્રયોગો વ્યાપક રીતે પ્રસરે તેવી શુભકામના આ મદદમાં ડોકાય છે . કોચરબ આશ્રમની આજુબાજુની વસાહતોમાં પ્લેગ ફેલાયો . આશ્રમમાં સ્વચ્છતાના નિયમો સાવધાનીપૂર્વક પળાતાં હોવાં છતાં , આસપાસની અસ્વચ્છતાથી પ્લેગનો ખતરો હતો . પૂજાભાઈ હિરાચંદના પ્રયત્નથી કોચરબ આશ્રમથી ઉત્તરમાં
સાબરમતી જેલ પાસે સાબરમતી નદી કિનારે જમીન શોધી . ત્યાં તે સમયે એક પણ મકાન ન હતું અને એક પણ ઝાડ ન હતું . શરૂઆતમાં ત્યાં તંબુ બાંધીને નિવાસ શરૂ કર્યો . આમ , જુલાઈ 1917 માં સાબરમતી આશ્રમ ગાંધીજીનું થાણું બન્યું.એ જ ગાળામાં અમદાવાદમાં મિલ કામદારોએ હડતાલ પાડી . આ લડતમાં ગાંધીજી અંબાલાલ સારાભાઈના પરામર્શથી કામદારોનું માર્ગદર્શન કરવા જોડાયેલા . તે સમયે ગાંધીજીને એમ લાગેલું કે , જો શહેરની અશાંતિ અટકાવવી હશે તો મિલકામદારોની હડતાલનો પ્રશ્ન હાથ ઉપર લેવો પડશે . આ બાબતમાં એમ બનેલું કે , પ્લેગના રોગચાળા વખતે મિલકામદારો જો ઘેર જતા રહે તો મિલો બંધ પડે , તેથી તેમને 70 % થી 80 % જેટલું બોનસ આપવામાં આવ્યું હતું.પ્લેગ બંધ થયા પછી પણ અનાજ , કપડાં અને દરરોજની વપરાશી વસ્તુઓના ભાવ પ્રથમ કરતાં બમણાં , તમણાં કે ચારગણા થઈ જવાથી એ બોનસ ચાલુ રહ્યું હતું . આ બોનસ એકાએક બંધ કરવાના મિલ માલિકોના વિચારથી , સાળ ખાતાવાળા મિલ મજૂરોમાં ખળખળાટ થયો હતો . આ લડતમાં ગાંધીજી કલેકટરને મળ્યાને પંચ નીમાયું . શંકરલાલ બેંકર , અનસૂયાબેન સારાભાઈ , છગનલાલ ગાંધી વગેરે મિલ મજૂરોના આર્થિક સ્થિતિ અંગેના પ્રશ્નો હલ કરવામાં હડતાલ દરમ્યાન સક્રિય રહ્યાં મજૂરોના સમુદાયની હડતાલ ન તૂટે તે સારૂ , સભાઓ અને સુબોધ પત્રિકાઓની વ્યવસ્થા કરવામાં આવી . શાહપુર દરવાજા બહાર , સાબરમતી નદીને કાંઠે , એક બાવળના ઝાડ નીચે , દરરોજ સાંજે , સહુ મજૂરો ત્રણ ત્રણ તથા ચાર ચાર માઈલ દૂરથી આવીને એકઠા થતાં.તેમને ગાંધીજી , અનસૂયાબેન , શંકરલાલ બેંકર તથા અન્ય સહાનુભૂતિ ધરાવનાર ભાઈ - બહેનો તેમને મળતા . આ બાવળના ઝાડ તળે જે અદ્ભુત ઐતિહાસિક દૃશ્યો પ્રગટ થયાં , તેની તે વેળા હાજર રહેનાર સિવાય બીજાને બહુ ઓછી જાણ છે .
Important Link | |
સંપૂર્ણ લેખ PDF સ્વરુપે વાંચો 👉 મહાત્મા ગાંધીજી વિષે👉 | |
YouTube પર નિરંજનાએ બનાવેલ કૃતિ ગાંધીજી 👉 | મહાત્મા ગાંધી,મહાત્મા ગાંધી ગુજરાતી નિબંધ,મહાત્મા ગાંધીજી નિબંધ,મહાત્મા ગાંધી વિશે,મહાત્મા ગાંધી ની વાત,મહાત્મા ગાંધી નિબંધ,મહાત્મા ગાંધીજી,મહાત્મા ગાંધી પર નિબંધ,મહાત્મા ગાંધી નો ઈતિહાસ,મહાત્મા ગાંધી મ્યુઝિયમ,મહાત્મા ગાંધી વિષે નિબંધ,મહાત્મા ગાંધી વિશે નિબંધ,મહાત્મા ગાંધી વિશે માહિતી,ગુજરાતીમાં મહાત્મા ગાંધી,મહાત્મા ગાંધીજી વિશે,મહાત્મા ગાંધી વિશે વક્તવ્ય,મહાત્મા ગાંધી ગુજરાતી ભાષણ,મહાત્મા ગાંધી વિશે ૧૦ વાક્યો,મહાત્મા ગાંધી વિષે 10 વાક્યો |
0 Comments:
Post a Comment