AD SPACE

લોકલ સમાચાર: સાંસદ પરબતભાઇ પટેલ તથા બનાસ ડેરી શંકરભાઈ ચૌધરી એ યોગ કઇ જગ્યાએ કર્યા વિગતે...

🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥

લોકલ સમાચાર: સાંસદ પરબતભાઇ પટેલ તથા બનાષ ડેરી  શંકરભાઈ ચૌધરી એ યોગ કઇ જગ્યાએ કર્યા વિગતે...

આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર સીમાના પ્રહરી BSF ના જવાનો સાથે પૂર્વ મંત્રીશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ યોગ દિવસની ઉજવણી કરી હતી . જેમાં મોટી સંખ્યામાં સીમા સુરક્ષા દળના જવાનો જોડાયા હતા . આજે સમગ્ર વિશ્વમાં આઠમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે . જે અંતર્ગત દેશમાં અનેક સ્થળોએ યોગ દિવસ ઉજવવામાં આવ્યો છે . બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ ભારત - પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે બી . એસ . એફ . ના જવાનો સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી . પ્રવાસન સ્થળ તરીકે વિકસેલા નડાબેટ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . વિશ્વ યોગ દિવસ નિમિત્તે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નો થકી આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે . આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક દેશોમાં ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા યોગ શાસ્ત્રને લોકો સ્વીકારતા થયા છે . આજે જ્યારે વિશ્વ યોગ દિવસ છે ત્યારે ભારતના યુવાનો તેમજ દરેક નાગરિક નિત્ય યોગ કરી પોતાના આરોગ્યને નિરોગી બનાવે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી .


💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં તા . ૨૧ જૂન -૨૦૨૨ ના રોજ સાંસદશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતમાં " માનવતા માટે યોગા ' ' ( Yoga for Humanity ) ના થીમ આધારિત યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ૬૦૦ જેટલાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો . આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે , આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રીભાઇ મોદીએ સમગ્ર દુનિયામાં સુખ- શાંતિ માટે સંયુકત રાષ્ટ્ર સમક્ષ ભારતની ભવ્ય યોગ પઘ્ધ તિનો સ્વીકાર કરવા સુચન કર્યુ હતુ . જેને દુનિયાના દેશોએ સ્વીકાર કરતા આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે . તેમણે જણાવ્યું કે , નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર અને મન પ્રસન્ન રહે છે તથા દિવ્યે ઊર્જા મળે છે . તેમણે કહ્યું કે , યોગ કરવાથી મુશ્કેશલીઓ અને ટેન્શન દૂર થાય છે અને આમ થવાથી દુનિયાભરમાં સુખ- શાંતિ આવી શકે છે . આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી આર . કે . પટેલ , અંબાજી મંદિર તથા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ , અંબાજી ગામના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધ ો હતો .




💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥



About Dinesh Bhurjar

0 Comments: