AD SPACE

વિરોધ વચ્ચે આર્મી અગ્નિવીરોની ભરતી ગાઈડલાઈન જાહેરાત:1 જુલાઈથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે, 8મું પાસ પણ એપ્લાય કરી શકશે; મળશે 1 કરોડ સુધીનો ઈન્શ્યોરન્સ

💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥

Rules and regulations...



વિરોધ વચ્ચે આર્મી અગ્નિવીરોની ભરતી ગાઈડલાઈન જાહેરાત:1 જુલાઈથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે, 8મું પાસ પણ એપ્લાય કરી શકશે; મળશે 1 કરોડ સુધીનો ઈન્શ્યોરન્સ


વાયુસેના પછી આર્મીએ પણ અગ્નિપથ સ્કીમ અંતર્ગત ભરતી માટે સોમવારે નોટિફિકેશન જાહેર કર્યું છે. અગ્નિવીરોની ભરતી માટે 1 જુલાઈથી રજિસ્ટ્રેશન શરૂ થશે. નોટિફિકેશન પ્રમાણે એમાં 8મું અને 10મું ધોરણ પાસ યુવકો પણ અપ્લાય કરી શકશે. નોટિફિકેશનમાં યોગ્યતા, ભરતી પ્રક્રિયા, વેતન-ભથ્થાથી લઈને સર્વિસ રૂલ્સ વિશેની માહિતી આપવામાં આવી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન joinindianarmy.nic.in વેબ પર જઈને કરી શકાય છે. અગ્નિપથ યોજના અંતર્ગત ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે.

💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥


નોટિફિકેશન પ્રમાણે ભરતી માટે રજિસ્ટ્રેશન જુલાઈથી કરવામાં આવશે. સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે અગ્નિવીર સેનામાં એક અલગ રેન્ક હશે. તે હાલના કોઈ રેન્ક સાથે જોડાયેલો નહીં હોય. 5મા ગ્રેડમાં ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ગ્રેડ છે- અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર ક્લર્ક, અગ્નિવીર ટ્રેડર્સમેન (10મું પાસ), અગ્નિવીર ટ્રેડર્સમેન (8મું પાસ).

💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥


- Divya Bhaskar

સન્માન અને રજાઓ બંને મળશે
અગ્નિવીરોની ભરતીમાં સૌથી સારી વાત એ છે કે તેમને પણ રજાઓ અને અવોર્ડ બંને મળશે. એરફોર્સે સ્પષ્ટ કહ્યું છે કે અગ્નિવીર દરેક સૈન્ય સન્માન અને પુરસ્કારના હકદાર રહેશે. તેમને વર્ષમાં 30 દિવસની રજાઓ પણ મળશે. એ સિવાય બીમાર હશે ત્યારે ડોક્ટરની સલાહથી સીક લીવ પણ મળશે.

આર્મીમાં અગ્નિવીરોને મળશે આ સુવિધાઓ

  • અગ્નિવીરોના યુનિફોર્મ પર એક અલગ બિલ્લો હશે અને જે રેગ્યુલર સૈનિકો કરતાં અળગ છે. 18 વર્ષથી ઓછી ઉંમરવાળા અભિયાર્થી તેમનાં માતા-પિતાની મંજૂરીથી અગ્નિપથ સ્કીમ માટે અરજી કરી શકશે.
  • સેલરીની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, સીએસડી કેન્ટીન સુવિધા અને મેડિકલ અને ટ્રાવેલ એલાઉન્સની પણ સુવિધા આપવામાં આવશે.
  • વર્ષમાં 30 દિવસ રજા મળશે, મેડિકલ લીવ પણ મળશે.
  • દરેક અગ્નિવીરોને 48 લાખનો ઈન્શ્યોરન્સ મળશે, 4 વર્ષની સર્વિસ દરમિયાન જો એક્ટિવ ડ્યૂટીમાં અગ્નિવીર દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપશે તો તેમના પરિવારને ઈન્શ્યોરન્સ કવર પેટે 48 લાખની સાથે સાથે સરકાર તરફથી એક્સ-ગ્રેશિયા 44 લાખની સહાયતા રકમ પણ મળશે.
  • આ સિવાય સેવા નિધિ પેકેજ તરીકે 11 લાખ અને વધેલી નોકરીની આખી સેલરી પરિવારને મળશે. આમ, કુલ મળીને પરિવારને 1 કરોડ મળશે.

💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥

સરકાર યુવાનોના ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે

અગ્નિપથ યોજના સામે યુવાનોના ગુસ્સાને શાંત કરવા માટે, ગૃહ અને સંરક્ષણ મંત્રાલયે અનામત આપવાની જાહેરાત કરી છે. શનિવારે સવારે, ગૃહ મંત્રાલયે CAPF (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ) અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. તેમને વય મર્યાદામાં 3થી 5 વર્ષની રાહત આપવાની જાહેરાત કરી છે.

આ પછી સાંજે સંરક્ષણ મંત્રાલયે પણ તેમના મંત્રાલયમાં ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયના ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સની સાથે ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગની 16 કંપનીમાં નિમણૂકોમાં અનામત મળશે.



Thank you💥💥💥💥💥💥💥


You tube મારફતે સવિસ્તૃત જાણવા માટે

👇👇👇👇👇👇👇👇



About Dinesh Bhurjar

0 Comments: