👉આજની સુનાવણી પૂર્ણ ,
👉
આવતીકાલે અંતિમ દલીલો બાદ સજા સંભળાવાશે .
👉 અગાઉની મુદત 16 એપ્રિલે ફેનિલના વકીલ હાજર ન રહેતાં ચુકાદો ટળ્યો હતો .
👉દોષિત ફેનિલને આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થવાની શક્યતા •
👉સાત દિવસમાં ચાર્જશીટ અને 28 ફેબ્રુઆરીથી આ કેસમાં સુનાવણી ચાલતી હતી
+++++++++++++
++++++++++++++++++
સમગ્ર ઘટના
ઘટના શું હતી ? સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી . ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો . ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા . રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો . હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે .
+++++++++++++++++
++++++++++++++
સુરતના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા ગ્રીષ્માની હત્યામાં 69 દિવસમાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે . હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે . કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછ્યું હતું કે તમને મૃત્યુદંડ કેમ ન આપવો ? નિઃસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે . કોર્ટે કહ્યું હતું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે ? કોર્ટે પૂછેલા પ્રશ્નોના એકપણ વખત ફેનિલે જવાબ ન આપ્યો . કોર્ટે આગળ કહ્યું હતું કે સજા પહેલાં કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો . વારંવાર કોર્ટે ફેરવીને કહ્યું કે તમારે અંતિમ કઈ કહેવું હોય તો કહી શકો છો , પરંતુ ફેનિલ એકપણ શબ્દ ન બોલ્યો .
++++++++++++++++
+++++++++++++
ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી . આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલ જાહેર કરી હતી . જોકે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતાં કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી હતી , જેથી આજે ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો . સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે .
+++++++++++++++
++++++++++++++
++++++++++++
++++++++++
++++++++++++
+++++++++++++
મારા મંતવ્ય મુજબ
નારી પર ક્યારેય હાથ કે હથિયર ઉપાડવાથી મર્દ નથી થવાતુ.!
આઓ દેશની તમામ નારીઓનુ સન્માન કરીએ.!!!!
0 Comments:
Post a Comment