AD SPACE

bharat shilanka border study iq

By; Dr.suresh
ભારતની દરિયાઈ સીમા :
( Coastel Border of India ) મુખ્યભૂમિની 6100 કિ.મી. લાંબી દરિયાઈ સીમા ધરાવતો ભારત ત્રણ બાજુથી હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે તેના પૂર્વ તરફ બંગાળની ખાડી તથા પશ્ચિમમાં અરબ સાગર આવેલ છે . જો અંદમાન - નિકોબાર તથા લક્ષદ્વીપની સીમા જોડવામાં આવે તો કુલ દરિયાઈ સીમા 7516.6 કિ.મી. થાય છે . ભારતના 9 રાજ્યો તટીય સીમા ધરાવે છે . પશ્ચિમ તરફના ગુજરાત , મહારાષ્ટ્ર , ગોવા , કર્ણાટક , કેરળ તથા પુર્વ ત ૨ ફના તમિલનાડુ , આંધ્રપ્રદેશ , ઓડિશા અને પશ્ચિમ બંગાળ તટીય સીમા ધરાવે છે . સૌથી લાંબી દરિયાઈ સીમા ગુજરાત ( 1600 કિ.મી. ) ધરાવે છે , જ્યારે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુ અનુક્રમે બીજા તથા ત્રીજા નંબરની તટીય સીમા ધરાવે છે . ભારતનો સૌથી નજીકનો દરિયાઈ પાડોશી દેશ શ્રીલંકા છે . શ્રીલંકા બાદ ઈન્ડોનેશિયા સૌથી નજીકનો દરિયાઈ પાડોશી દેશ છે . તમિલનાડુના કન્યાકુમારી પાસે અરબ સાગર , હિંદ મહાસાગર અને બંગાળની ખાડી એમ ત્રણ સાગરોનું સંગમ સ્થાન આવેલ છે . પાકિસ્તાન , માલદીવ , શ્રીલંકા , ઈન્ડોનેશિયા , થાઈલેન્ડ , મ્યાનમાર અને બાંગ્લાદેશ ભારત સાથે દરિયાઈ સીમા ધરાવતા દેશો છે . જેમાનાં પાકિસ્તાન , મ્યાનમાર અને બાંગ્લાદેશ ભારત સાથે સ્થળીય તથા દરિયાઈ એમ બંને સીમા ધરાવે છે . ભારતના ગુજરાત અને પશ્ચિમ બંગાળ રાજ્યો આંતરરાષ્ટ્રીય જમીન તથા દરિયાઈ બંને પ્રકારની સરહદો ધરાવે છે .

ભારત શ્રી લંકા
- હવેલી , પુડુચેરી slastallal ( India - Srilanka Boundary ) ભારત અને શ્રીલંકા એક સાંકડી પાલ્કની સામુદ્રધુની ( Palk Strait ) દ્વારા અલગ થયેલા છે . ભારતનું ધનુષકોડી ( તમિલનાડુ ) એ શ્રીલંકાના તલાઈમનારથી માત્ર 29 કિ.મી. દૂર છે . આ બંને ક્ષેત્રો એડમબ્રીજ ( Adam's Bridge ) દ્વારા જોડાયેલા છે . અહીં ઉલ્લેખનીય છે કે મન્નારનો અખાત અને પાકની સામુદ્રધૂની સેતુ - સમુદ્ર જહાજ નહેર દ્વારા જોડાયેલા છે . બંને દેશો વચ્ચે દરિયાઈ સીમા પાલ્કની સામુદ્રધૂની માંથી પસાર થાય છે . આ સીમા હંમેશા શાંતિપૂર્ણ રહેલ છે . ભૂતકાળમાં કેટલીક વખત કચ્ચીતેવું ટાપુ ( Kachchitevu Island ) ને લઈને વિવાદ થયો હતો . આ ટાપુ તમિલનાડુ તટથી 16 કિ.મી. પાલ્કની સામુદ્રધુનીમાં આવેલ છે , પરંતુ 1974 ના કરાર મુજબ આ ટાપુ શ્રીલંકાને આપવામાં આવ્યો છે . બંને દેશો વચ્ચેની સરહદ 1980 ના દશકમાં સક્રિય થઈ હતી .

About Dinesh Bhurjar

0 Comments: