AD SPACE

સરદાર પટેલ એક ક્રાંતિકારી ઝલક


સરદાર પટેલના ક્રાંતિકારી જીવનની ઝલક ( ૩૧ ઑકટોબર ૧૮૭૫ થી ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ ) ખેડાની ખમીરવંતી ધરતી એટલે પંજાબની સરફરોશીનું પાણી . ગુજરાતના સિદ્ધરાજ જયસિંહે ચરોતર ભૂમિને વિકસાવવાના ઉદ્દેશથી બારમી સદીમાં ‘ પંચઆબ'- પાંચ જળધારાઓના પ્રદેશ પંજાબમાંથી કેટલાક કિસાન પરિવારોને ખેડાનાં બાર ગામોમાં વસાવ્યા , એમાં વલ્લભભાઈના વડવાઓ પણ હતા . આ બાર ગામોમાં અગ્રેસર ગણાતું કરમસદનું મુખીપણું વલ્લભભાઈના વડવાઓને મળેલું . આ મુખીપણું વારસાગત વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ પાસે આવ્યું ત્યારે આ કુટુંબની ચાર પેઢી આથમી ગઈ હતી . ૧૮૫૭ ના બળવામાં ઝવેરભાઈએ હળ છોડી હથિયાર હાથ ધર્યાં હતાં . તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં જોડાયા હતા અને અંગ્રેજોની સામે લડ્યા હતાં . તેઓ શતરંજની રમતના અચ્છા ખેલાડી હતા . મહારાજા હોલકરે પણ શતરંજની રમતમાં ઝવેરભાઈની કુશાગ્ર બુદ્ધિને બિરદાવી હતી . શતરંજના ખેલાડી એવા ઝવેરભાઈના સંતાન વલ્લભભાઈએ ભારતના સ્વાતંત્ર્ય - સંગ્રામની શતરંજ પર રાજનીતિની સચ્ચાઈની ચાલ ખેલીને આ યુગના શ્રેષ્ઠ રાજપુરુષોમાં ઇતિહાસ સર્જ્યો . આઝાદીની લડતના આ લક્ષ્યવેધી ધનુર્ધરે આઝાદી પછી પણ માત્ર ત્રણ વર્ષ અને ચાર માસ અલ્પ આયુષ્યમાં લથડતી તબિયતે નાયબ વડાપ્રધાન તરીકે જેટલી સમસ્યાઓ સુલઝાવી તેમાંની એક પણ સમસ્યા ફરી માથું ઊંચું કરી શકી નથી . સરદારની આ સિદ્ધિ અને સફળતાને અનેક વિવેચકોએ Maker of Modern India નો સરપાવ આપ્યો . એક અંગ્રેજી પત્રકાર અને લેખક બ્રેશરે ૧૯૫૦ ના વર્ષના પ્રારંભમાં નોંધ્યું છે , “ ને સરકારના વડા છે , પણ સરકાર તો સરદાર પટેલ ચલાવે છે . ” Nehru heads the Government , Sardar Patel runs it . વલ્લભભાઈ પટેલનો જન્મ કરમસદની કંદર્પ ભૂમિના કિસાનકુળમાં કણબી માતાની કૂખે નિડયાદ મુકામે મોસાળમાં સને ૧૮૭૫ ના ઓક્ટોબરની ૩૧ મી તારીખે થયો . એમનાં માતા લાડબાઈ તથા પિતા ઝવેરભાઈને પાંચ દીફરા અને એક દીકરીના કુટુંબમાં વલ્લભભાઈ ચોથા હતા . શરૂઆતની કેળવણી વતન કરમસદમાં લઈ તેઓ લગભગ અગિયાર કિલોમીટર દૂર આવેલા પેટલાદની શાળામાં જોડાયા . ત્યાં અંગ્રેજી પાંચમા ધોરણ સુધી વર્ગો હતા . મૅટ્રિકની પરીક્ષા એમણે નિડયાદની માધ્યમિક શાળામાંથી પસાર કરી .

સરદાર પટેલ કુટુંબની આર્થિક સ્થિતિ એમને કૉલેજમાં મોકલી શકે એવી ન હોવાથી વલ્લભભાઈએ ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષામાં બેસવા માટે તૈયારી કરી અને તે માટે પણ એમને મોટા ભાગનાં પાઠ્યપુસ્તકો ઉછીનાં લેવાં પડ્યાં હતાં . પરીક્ષા પસાર કરી એમણે ગોધરામાં વકીલાત શરૂ કરી . ત્યાંથી તેઓ થોડા વખત પછી બોરસદ ગયા અને ત્યાં ફોજદારી મુકદ્દમાઓ ચલાવવામાં સારી કાબેલિયત મેળવી . વલ્લભભાઈ પટેલે જાતમહેનતથી જ પોતાની પ્રગતિ સાધી હતી ; સત્તર વર્ષના થયા ત્યાં સુધી તો તેઓ પિતાની સાથે ખેતરમાં કામ કરતા . સને ૧૮૯૩ માં માત્ર ૧૮ વર્ષની ઉંમરે એમનું ઝવેરબેન સાથે લગ્ન થયું . તેઓ ૩૩ વર્ષના હતા ત્યારે , ૧૯૦૯ માં એમનાં પત્ની મુંબઈની એક ઇસ્પિતાલમાં ઑપરેશન પછી ગુજરી ગયાં . વલ્લભભાઈને આણંદમાં એ સમાચાર મળ્યા ત્યારે તેઓ એક ખૂનના કેસમાં કોર્ટ સમક્ષ બચાવ પક્ષે દલીલો કરી રહ્યા હતા . સંપૂર્ણ સ્વસ્થ રહી એમણે દલીલો ચાલુ રાખી , પણ સમાચારે એમને ઊંડો આઘાત આપ્યો હતો . એમણે ફરીથી કદી લગ્ન કર્યું નહિ . વલ્લભભાઈ બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ જવા ઉત્સુક હતા અને તે માટે એમણે પૈસા બચાવ્યા હતા . સફરની ટિકિટ સાર એમણે એક ટ્રાવેલ એજન્સીને લખ્યું . પેઢીનો જવાબ વિ.જે.પટેલને નામે આવ્યો અને અકસ્માત તે એમના વડીલ બંધુ વિઠ્ઠલભાઈને મળ્યો . વિઠ્ઠલભાઈની પણ ઇંગ્લેન્ડ જવાની ઇચ્છા હતી પરંતુ તે માટે એમની પાસે પૈસા નહોતા . વલ્લભભાઈએ પોતાની ટિકિટ ઉપર વિઠ્ઠલભાઈને જવા દીધા એટલું જ નહિ , એમની ગેરહાજરી દરમિયાન એમના કુટુંબને નિભાવવાની જવાબદારી પણ સ્વીકારી . થોડા વખત પછી વલ્લભભાઈ પોતે પણ ઇંગ્લૅન્ડ ગયા . બૅરિસ્ટરીની છેલ્લી પરીક્ષામાં તેઓ વિશેષ યોગ્યતા સાથે સફળ થયા અને સર્વ વિદ્યાર્થીઓમાં પહેલા આવ્યા , જેને સારુ એમને પ ૦ પાઉન્ડનું રોકડ ઇનામ મળ્યું . બૅરિસ્ટર બની વલ્લભભાઈ ૧૯૧૩ માં ભારત પાછા ફર્યા . મુંબઈમાં તેઓ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર બેસિલ સ્કોટને મળ્યા ત્યારે સર બેસિલે ગવર્નમેન્ટ લૉ સ્કૂલમાં એમની નિમણૂક કરાવવાની તૈયારી બતાવી પરંતુ એમણે એનો અસ્વીકાર કર્યો . વલ્લભભાઈને અંગ્રેજી સરકારની નોકરી કરવી જ નહોતી . વર્કીલાતમાં વલ્લભભાઈએ ફોજદારી ક્ષેત્રમાં ધ્યાન પરોવ્યું ને નિપુણતા મેળવી તથા થોડા જ સમયમાં ધીકતી પ્રેક્ટિસ જમાવી . એ સમયે વલ્લભભાઈનો પહેરવેશ ને રહેવાની રીતભાત તદ્દન યુરોપીય શૈલીનાં હતાં . એમને પત્તાંની રમત બ્રિજ રમવાનો પણ શોખ હતો . એમની ઑફિસનું ફર્નિચર છેક છેલ્લી ઢબનું ને એવી સરદાર પટેલ ઉત્તમ કોટિની રુચિનું હતું કે શેઠ કસ્તૂરભાઈ કહેતા કે એના જેવું ફર્નિચર એમણે ક્યાંય જોયું નહોતું . અમદાવાદના ભદ્ર સમાજના પુરુષોના મિલનસ્થળ જેવી ગુજરાત ક્લબના પણ વલ્લભભાઈ સભ્ય હતા . કુશાગ્રબુદ્ધિ , વિચક્ષણ વાક્ચાતુર્ય અને વાદવિવાદની વિશિષ્ટ શક્તિને પ્રતાપે વકીલાતના ધંધાની અગ્રહરોળમાં વકીલ વલ્લભભાઈએ અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું . આ ત્વરિત વિજયસિદ્ધિની ચાવી વલ્લભભાઈની ધ્યાનમગ્નતામાં મળી રહે છે . બુદ્ધિએ નિશ્ચિત કરેલા માર્ગે ચાલી જતા વલ્લભભાઈને આસપાસ બનતી ઘટનાઓ ચળાવી શકી નહોતી . એટલે જ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો વિજયડકો વગાડીને વતન પાછા કરેલા ગાંધીજીનો ઉપદેશ રાજનગરના વકીલ મંડળના આ આગેવાન ઉપર કોઈ જ અસર ઉપજાવી શક્યો નહિ . પરંતુ વિધિનાં નિર્માણ કોઈ અનોખા જ હતાં . વકીલ વલ્લભભાઈ સેવક થવાને સર્જાયા હતા . અને સેવાપરાયણ જીવનના પશફળરૂપ ભારતીય ઐક્યની ભવ્ય સિદ્ધિઓ એમને નસીબે નિર્માઈ હતી . એટલે દેશના રાજકાજથી સાવ અલિપ્ત રહેલા વકીલ વલ્લભભાઈ સત્યાગ્રહી સંતનો સાદ સાંભળીને , અદાલતની અનુપમ શાંતિ છોડી દઈને આઝાદીના સંગ્રામમાં સામેલ થઈ ગયા . વકીલાતના ક્ષેત્રમાં યશ હતો , કીર્તિ હતી , લખલૂટ લક્ષ્મી પણ હતી , પરંતુ આત્માની શાંતિ ન હતી . જે સૌમ્ય શાંતિ માટે વકીલ વલ્લભભાઈનો આત્મા તલસતો તેની ઝાંખી સંતના સાદમાં , ગુજરાતના એ કિસાનને થઈ અને શરૂઆતમાં દેશના રાજકાજથી દૂર રહેલો આત્મા સંત તેજથી આકર્ષાઈને પરાધીન ભારતવર્ષના તોફાની રાજકારણને વંટોળે ચઢ્યો . વલ્લભભાઈ ગાંધીજીને પહેલવહેલા એ પૂર્વે મળ્યા . આ પહેલાં તેમણે ગાંધીજીના ચંપારણમાંના કાર્ય વિશે સાંભળ્યું હતું અને તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા . આ અરસામાં ગાંધીજી ગુજરાત સભાના પ્રમુખ બન્યા અને એ સભાએ નવેમ્બર માસમાં ગોધરામાં પહેલી ગુજરાત રાજકીય પરિષદ ગોઠવી . વલ્લભભાઈ પરિષદના મંત્રી નિમાયા હતા . તે જ વર્ષે તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય ચૂંટાયા . રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ્યા તે પહેલાં પણ વલ્લભભાઈ વકીલ અને મ્યુનિસિપાલિટીના સભ્ય એ બંને રૂપમાં એમની અણનમ સ્વાતંત્ર્યપ્રિયતા સારુ જાણીતા બન્યા હતા . મ્યુનિસિપાલિટી ઉપર કમિશનરે લાદેલા બે તુમાખી બ્રિટિશ 
સરદાર પટેલ અમલદારો ને એક બ્રિટિશ ઇજનેરનો માનભંગ કરી એ ત્રણેને એમણે નોકરી છોડી જવાની ફરજ પાડી હતી . અસહકારના આંદોલન દરમિયાન એમણે અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસેની પ્રાથમિક શાળાઓ સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવી હતી અને તે માટે શિક્ષકોનો સહકાર મેળવ્યો હતો . સને ૧૯૨૨ ના માર્ચમાં ગાંધીજીના ધરપકડ પછી ચિત્તરંજનદાસ ને મોતીલાલ નહેરુના નેતૃત્વ હેઠળ સ્વરાજ્ય પાર્ટી સ્થાપવાની દરખાસ્ત અંગે જે વાદવિવાદ ચાલ્યો હતો તેમાં વલ્લભભાઈ ચુસ્ત ‘ ‘ નાફેરવાદી ’ ’ રહ્યા હતા અને ૧૯૨૩ ના જુલાઈ માસમાં નાગપુરમાં ચાલેલા ઝંડા સત્યાગ્રહની આગેવાની લઈ તથા મુંબઈ સરકારે બોરસદ તાલુકા ઉપર અન્યાયી હૈડિયા વેરો નાખ્યો હતો તેની વિરુદ્ધ સફળ લડત ચલાવી તેમણે સીધી લડતનો શસ્ત્રની અસરકારકતા પુરવાર કરી આપી . ૧૯૨૪ માં તેઓ મ્યુનિસિપાલિટીમાં કરી જોડાયા ને તેના પ્રમુખ બન્યા . ચાર વર્ષની એમની એ કામગીરી દરમિયાન એમણે જે સચ્ચાઈ ને કાર્યદક્ષતાથી વહીવટ ચલાવ્યો તેણે એમના ટીકાકારોને પણ પ્રભાવિત કર્યા હતા . ૧૯૨૭ ના જુલાઈ માસમાં ગુજરાતની પ્રજાએ પહેલાં કદી નહિ જોયેલું એવું રેલસંકટ આવ્યું ત્યારે એ પ્રલયની પહેલી રાતથી જ વલ્લભભાઈ રાહતના કામે લાગી ગયા ને લાંબા સમય સુધી થાક્યા વિના એ કામમાં ડૂબેલ રહ્યા . ગાંધીજી તો એ સમયે બેગ્લોર હતા પરંતુ વલ્લભભાઈ અને એમના સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ સેવા કરવાની કળા શીખી લીધી હતી અને પોતાનું કાર્ય એમણે એવી કુશળતાથી કર્યું કે વાઇસરોય લૉર્ડ ઇરવિન ડિસેમ્બર માસમાં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે એમણે વલ્લભભાઈ દ્વારા રાહતકાર્યની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેની જાહેરમાં પ્રશંસા કરી હતી . અને રૂપિયા એક કરોડ જેવી રકમ રાહત કામોના ઉપયોગ અર્થે વલ્લભભાઈને આપી . વલ્લભભાઈની આવી રચનાત્મક પ્રવૃત્તિને કારણે ગુજરાતની પ્રજામાં એમની લોકપ્રિયતામાં ભરતી આવી . રાજકારણની દીક્ષા વકીલ વલ્લભભાઈએ ખેડાના આંદોલન સમયે લીધી . તેમણે અને ગાંધીજીએ સાથે મળીને ૧૯૧૮ ના માર્ચથી જૂન સુધી ખેડાસત્યાગ્રહનું સંચાલન કર્યું . એમાં સંપૂર્ણ જીત તો ન મળી પરંતુ વલ્લભભાઈના પોતાના એ જિલ્લાના ખડતલ ખેડૂતો નિર્ભયતાનો પાઠ શીખ્યા . એક વર્ષ પછી ૧૯૧૯ ના એપ્રિલ માસમાં જ્યારે ગાંધીજી પકડાયા ત્યારે નડિયાદ ને ખેડાની પ્રજાએ સરકારને બતાવી આપ્યું કે દેખાતી હતી તેવી એ નમાલી પ્રજા નહોતી . હિંદી રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય ઇતિહાસ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર સરદાર 
સરદાર પટેલ પુરુષાર્થના અનેક સત્યાગ્રહોથી ભરપૂર બન્યો છે . નડિયાદ અને બોરસદની લડતમાં રોપાયેલા આ રાષ્ટ્રશક્તિના અંકુર નાગપુરના ધ્વજ આંદોલનમાં પ્રગટ્યા અને બારડોલીના ધર્મયુદ્ધમાં મ્હોરીને દેશભરમાં મહેકી રહ્યા એ આખોય ઇતિહાસ હવે તો ભવ્ય ભૂતકાળનો વારસો બન્યો છે , જે મહાશક્તિ બારડોલીમાં મ્હોરી તેમાંથી રાષ્ટ્રની આઝાદીના અમૃતફળ ઊતર્યા છે . બારડોલીના ધર્મયુદ્ધ સાથે વલ્લભભાઈના કર્મયુગનો આરંભ થાય છે . ખેડા , રાસ , બોરસદ , નિડયાદ અને બારડોલીમાં પ્રગટેલો વલ્લભભાઈન જીવનપરિમલ ગુજરાતની ધરતી બહાર વિશાળ સેવાક્ષેત્રમાં પમરે છે . વલ્લભભાઈના રાષ્ટ્રીય સેવાયજ્ઞનો આરંભ બારડોલી જંગના યશસ્વી નેતૃત્વ સાથે શરૂ થયો . ૧૯૨૮ માં વધારે મોટા પાયા પર બારડોલી સત્યાગ્રહ થયો . ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની કથાના એક અતિઉજ્જવળ પ્રકરણ જેવા બારડોલીના ભવ્ય સત્યાગ્રહે વલ્લભભાઈના વ્યક્તિત્વની મૂળભૂત લાક્ષણિકતાઓને ઉપસાવી આપી – અજેય સંકલ્પબળ , દેઢતા , લડતનો વ્યૂહ ગોઠવવાની કુનેહ અને દરેક પગલાના પરિણામની ગણતરી કરવાની શક્તિ , ધ્યેય સાથેની તન્મયતા , લાગણીવેડાનો સદંતર અભાવ , સહકાર્યકર્તાઓ તેમજ પોતાની જાત માટે લોખંડી શિસ્તનો આગ્રહ અને લગભગ ત્યાગવૃત્તિમાં ખપે તેવી નિઃસ્વાર્થતા . બારડોલીની એ લડત ખરેખર વલ્લભભાઈની એક મહાન વ્યક્તિગત જીત જેવી હતી . જે કુશળતાથી વલ્લભભાઈએ એ લડત ચલાવી હતી તેની કદરરૂપે એમને ‘ સરદાર’ના ઇલકાબથી નવાજવામાં આવ્યા અને તે સમયથી ભારતની પ્રજા એમને એ નામથી જ ઓળખતી આવી છે . ગુજરાતના સીમાડાઓ વચ્ચે ઘૂમી રહેલી આ શક્તિ હવે રાષ્ટ્રીયસ્તરે ઊભરી આવી . સને ૧૯૩૦ માં ૧૨ મી માર્ચે મીઠાના કાયદા સામે સવિનય કાનૂનભંગની લડત સાબરમતીથી દાંડી સુધીની શરૂ થઈ ત્યારે વલ્લભભાઈ સૌથી પહેલાં પકડાયેલા નેતાઓમાં હતા . હજુ તો દાંડીચ શરૂ પણ નહોતી થઈ તે પહેલાં પાંચ દિવસ અગાઉ ૭ મી માર્ચે એમની ધરપકડ કરવામાં આવી . પરંતુ વલ્લભભાઈ જેલ બહાર હતા ત્યારે કોંગ્રેસના સહકાર્યકરોનો અને એમની હાકલ સાંભળી લડતમાં જોડાયેલા સ્વયંસેવકોનો જે વફાદારીભર્યો સહકાર એમને મળતો એ એમના જેલ ગયા પછી પણ ચાલુ રહ્યો અને એ સર્વેએ ગાંધીજીએ આપેલા મીઠાના કાયદાના ભંગના ને પરદેશી કાપડના બહિષ્કારના કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવ્યો . જમીનમહેસૂલ
E સરદાર પટે નહિ ભરવાનું લડતના કાર્યક્રમમાં નહોતું તોપણ બોરસદ ને બારડોલી તાલુક કેટલાંક ગામોએ એ ભરવાનો ઇનકાર કર્યો અને તેને પરિણામે એમની જમાનો બીજી માલમિલકતો જપ્ત થઈ તે સહન કરી લીધું . લડતમાં ગુજરાતે જે ગૌરવપૂર્ણ ફાળો આપ્યો હતો એની કદરરૂપે દેશ સરદારને ૧૯૩૧ ના માર્ચ માસના છેલ્લા સપ્તાહમાં ગાંધી - ઇરિવન કરાર ઉપ વિચાર કરવા ને તેને મંજૂર કરવા કરાંચી ખાતે મળેલી કૉંગ્રેસના પ્રમુખ બનાવ્યા . કોંગ્રેસના એ અધિવેશનનું સંચાલન કોઈ પણ પ્રમુખને મૂંઝવે એવું હતું , કારણ કે કોંગ્રેસ મળી તેના થોડાક દિવસ અગાઉ જ ભગતસિહ , સુખદેવ ને રાજગુરુને ફાસી આપવામાં આવી હતી અને તેથી પ્રજા અતિશય ગુસ્સે હતી અને ગાંધી - ઇરિયન કરારને મંજૂરી મળે તે લગભગ અશક્ય જણાતું હતું . પરંતુ પ્રમુખ તરીકેના ભાષણમાં વલ્લભભાઈએ પોતે જ ફાંસીના કૃત્યને ‘ નિર્દય ’ કહી વખોડી કાઢ્યું અને ગોળમેજી પરિષદની વાટાઘાટો નિષ્ફળ જાય તો છ માસ પછી લડત પાછી ઉપાડવાનું વચન આપી કરાર સામેનો વિરોધ ઠંડો પાડ્યો . વાટાઘાટો નિષ્ફળ ગઈ . સવિનય કાનૂનભંગ શરૂ થાય તો તેને કચડી નાખવાની સરકારે અગાઉથી તૈયારીઓ કરી રાખી હતી અને ગાંધીજી મુંબઈ બંદરે ઊતર્યા તેના એક જ અઠવાડિયામાં બધા નેતાઓને પકડી લેવામાં આવ્યા . આ વેળા વલ્લભભાઈને ગાંધીજીની સાથે યરવડા જેલમાં રાખવામાં આવ્યા હતા . થોડા સમય પછી મહાદેવ દેસાઈને પણ ત્યાં લાવવામાં આવ્યા . મહાદેવભાઈએ ૧૯૩૨ ના માર્ચ માસથી ૧૯૩૩ ના એપ્રિલ સુધીના એ ત્રણેના સહનિવાસના દિવસોની રસપ્રદ ડાયરી રાખી છે . એ ડાયરીમાં એમણે વલ્લભભાઈ માતાની જેમ ગાંધીજીની કાળજી રાખતા હતા તેનું અને વલ્લભભાઈની વિનોદવૃત્તિનું ચિત્ર આપ્યું છે . એમની વિનોદવૃત્તિ વિશે ગાંધીજીએ લખ્યું હતું : “ ચાર સાથીઓની આ નાનીસરખી છાવણીમાં એક એવા મશ્કરા મિત્ર છે કે જેઓ કોઈને છોડતા નથી . એમના અણધાર્યા વિનોદકટાક્ષોથી તેઓ મને હસાવી હસાવીને બેવડો વાળી દે છે . એમની હાજરીમાં ‘ ચિંતાબાઈ ’ એનું કાળું મોં સંતાડેલું જ રાખે છે . ગમે તેટલી ઊંડી નિરાશા પણ એમને લાંબો સમય ચિંતામાં ડૂબેલા રાખી શકતી નથી . અને એક નથી . મારા સાથે બે મિનિટ સુધી પણ તેઓ મને ગંભીર રહેવા સંતપણાને પણ છોડતા નથી . ’ જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજીએ વલ્લભભાઈના એમની પ્રત્યેના કોમળ “ સરદાર પટેલ ભાવ વિશે લખ્યું હતું કે “ એમની અપ્રતિમ વીરતા હું જાણતો હતો પરંતુ એમનામાં એક માતાની પ્રેમળતા છે એની મને કલ્પના નહોતી . મને કંઈક પણ તકલીફ થાય ને તેઓ પથારીમાંથી કૂદી પડતા . મારી સુખસગવડની એકેએક વિગત વિશે તેઓ સતત જાગ્રત રહેતા ગાંધીજીએ ૧૯૩૪ માં કોંગ્રેસ છોડવાની અને ગ્રામોદ્યોગોના ઉદ્ધારમાં પરોવાઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો ત્યારે દેશના જે અગ્રગણ્ય નેતાઓ એમનું દૃષ્ટિબિંદુ સમજી એમની સાથે સંમત થયા હતા તેમાના વલ્લભભાઈ મોખરે હતા . એક જાહેર નિવેદન દ્વારા વલ્લભભાઈ આ વિષય પરત્વે પોતાના વિચારો લક્ત કરવામાં સહુ પ્રથમ હતી . સને ૧૯૩૪ ના નવેમ્બર માસમાં થનારી મધ્યસ્થ ધારાસભાની ચૂંટણી લડવાનો કાગ્રેસે નિર્ણય કર્યો ત્યારે ચૂંટણીઓ માટેના પ્રચારકાર્યની અને બીજ વ્યવસ્થાનો બોજો વલ્લભભાઈ ઉપર આવ્યો . જોકે તેમને પોતાને ધારાસભાઓના કાર્યક્રમ વિશે પૂરેપૂરી શ્રદ્ધા નહોતી તોપણ હવે પછી તેમને એ કાર્યક્રમમાં ઉત્તરોત્તર વધુ જવાબદારીઓ ઉઠાવવી પડી . કોંગ્રેસ સંસદીય બોર્ડના પ્રમુખ તરીકે વલ્લભભાઈને ૧૯૩૭ એ પછી ૧૯૪૬ એમ બંને વર્ષની સમગ્ર ચૂંટણી વ્યવસ્થા સંભાળવી પડી હતી અને તેમણે માત્ર ચૂંટણીઓ જીતવા સારુ જ નહિ પણ જુદા જુદા પ્રાંતોનાં પ્રધાનમંડળો સુસંકલિત રીતે કાર્ય કરે ને કોંગ્રેસની દોરવણી નીચે એની નીતિઓનો વફાદારીપૂર્વક અમલ કરે તે સારું પણ કાર્યક્ષમ તંત્ર ગોઠવ્યુ , સંસદીય કાર્યક્રમના આ શરૂઆતના તબક્કામાં સરદારે જે કાર્ય કર્યું તેણે પ્રાંતિક પ્રધાનમંડળોને કામ કરવા માટેનું અખિલ ભારતીય માળખું તૈયાર કરી આપ્યું અને એ રીતે સ્વાતંત્ર્યોત્તર ભારતમાં રાજકીય ક્ષેત્રે શુદ્ધ રાષ્ટ્રીય માનસના વિકાસ માટે ભૂમિકા તૈયાર કરી . એ રીતે ગાંધીજી પછી રાષ્ટ્રીય ફલક પરના સર્વોચ્ચ નેતા તરીકેનું સ્થાન મેળવ્યું . બ્રિટિશ પ્રાંતોમાં પરિવર્તનનો જે પવન વાઈ રહ્યો હતો તેથી જવાડાની પ્રજાઓ આંતરિક સ્વાતંત્ર્ય માટે પણ અધીરી બની હતી અને નાગરિક તથા રાજકીય હકો સારુ લડવા તૈયાર થઈ રહી હતી . સને ૧૯૩૮ ના ફેબ્રુઆરીમાં કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં દેશી રાજ્યોની રાજકીય સંસ્થાઓને માન્યતા આપવાની અને એમની લડતને દોરવણી આપવાની નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો . એમાં વલ્લભભાઈએ મહત્ત્વનો ફાળો આપ્યો . સને ૧૯૩૯ ના માર્ચ C સરદાર પ માસમાં કોંગ્રેસ અધિવેશનમાં કૉંગ્રેસ પોતાની નીતિમાં એક ડગલું આગળ વધી અને દેશી રાજ્યોની પ્રજાઓની લડતોને રાષ્ટ્રીય લડતના અંગ રૂપે સ્વીકારવામાં આવી આ બધો સમય સરદાર ગુજરાતનાં દેશી રાજ્યોની પ્રજાઓના નેતાઓ સાથે નિકટના સંપર્કમાં તો હતા જ અને હવેથી એમને ક્રિય દોરવણી પણ આપવા માંડ્યા . વડોદરા અને ભાવનગરનાં પ્રજામંડળોની પરિષદોમાં તેઓ પ્રમુખ બન્યા અને રાજકોટની પ્રજા વતી એના ઠાકોર સાથે વાટાઘાટો શરૂ કરી . રાજકોટની લડત તો એક રાષ્ટ્રીય મુદ્દો થઈ પડ્યો અને ખુદ ગાંધીજીને ત્યાં જવું પડ્યું . આ બધા અનુભવોએ વલ્લભભાઈને દેશી રાજ્યોમાં પ્રવર્તતી સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર આપ્યું અને દેશી રાજાઓનું માનસ કેવી રીતે કામ કરતું એનો ખ્યાલ આવ્યો . એ દરમિયાન મુસ્લિમ લીગે હિન્દ - પાકિસ્તાનના વિભાજનનો મુદ્દો ઊભો કર્યો . વલ્લભભાઈ પહેલેથી જ પાકિસ્તાનની માગણીનો વિરોધ કરતા આવ્યા હતા , પરંતુ ભાગલા માટેની માઉન્ટબેટનની યોજના પ્રથમ સ્વીકારનારાઓમાં તેઓ પણ હતા . કોઈ પણ આઝાદ થતા દેશ માટે આરંભનાં વર્ષો કસોટીભર્યાં અને સમસ્યારૂપ હોય છે . ભારતમાં પણ ૧૯૪૬ થી ૧૯૫૦ નો ઝંઝાવાતી સમય ભલભલા શાસકોને હચમચાવી મૂકે તેવો હતો . પરંતુ વલ્લભભાઈએ આપત્તિ , કટોકટી અને અકળાવનારી પરિસ્થિતિમાં પોતાની સંવેદનશીલતાને દિલમાં સંઘરી જરા પણ વ્યાકુળ કે વ્યગ્ર અથવા કિંકર્તવ્યમૂઢ થયા વિના એમનું કામ કર્યે જતા . આ એમનો આગવો ગુણ હતો . આ એમનું વિલક્ષણ વ્યક્તિત્વનું એક અમોલ પાસું હતું . કટોકટીને સમજવી , એ વિશે પૂરેપૂરી વિગતો મેળવવી , એના ઉકેલ માટે શક્ય એટલા સાથે સલાહ - મસલતો કરવી અને પરિસ્થિતિનો સામનો કરવો , એનો ઉકેલ લાવવો . ભાગલાના સમયે હિંદુસ્તાન વિઘટિત થતાં બચી ગયું હોય તો એમાં સરદારશ્રીનો મોટો ફાળો છે . નાયબ વડાપ્રધાન , ગૃહખાતાની જવાબદારી , માહિતી અને પ્રસારણના મંત્રી , દેશી રાજ્યોના ખાતાનો હવાલો જેવા આઝાદ હિંદના અત્યંત મહત્ત્વના વિભાગો સરદાર હસ્તક હતા . તો આઝાદી આવ્યા પહેલાં સત્તાની ફેરબદલી થતી હતી ત્યારે પાર્ટિશન કાઉન્સિલના સભ્ય તરીકે અસ્કયામતો અને દેવાની ઝીણવટભરી વિગતોમાં જવાની કુનેહ પણ એમની પાસે હતી . આ પણ એક ગંજાવર જવાબદારી હતી . એમાં માત્ર ભૌતિક બાબતોનાં સરવાળો - બાદબાકી સંકળાયેલાં ન હતાં . પણ સમગ્ર વહીવટતંત્રને એ દૃષ્ટિએ ગોઠવવાનું હતું . આ કાર્ય કરનાર સરદારસાહેબ સરદાર પટેલ આ સમગ્ર જવાબદારીને સ્વાચિત્તે ઉઠાવતા ગયા . ઝંઝાવાતી સમયમાં ભાંગેલી તબિયત સાથે જરાય વિચલિત થયા વિના દઢ અને મક્કમ મને કઈ રીતે કાર્ય કરી શક્યા હશે એનો તાગ મેળવવો એ કેવળ ડૉક્ટરો માટે જ નહીં પણ મનોચિકિત્સકો માટે પણ એક અભ્યાસનો વિષય છે . આઝાદી પહેલાં વચગાળાની સરકારમાં તેમના જોડાવા સાથે જ પહાડ જેવી મોટી જવાબદારીઓ એમને શિરે આવી પડી હતી . તો , બંધારણસભાના સભ્ય તરીકે આઝાદ દેશના નસીબને ઘડનારાઓ સાથે બેસી વિચારણા કરવાની હતી . બંધારણસભાની મૂળભૂત અધિકારો અને લઘુમતિઓ માટેની પેટા સમિતિના તેઓ અધ્યક્ષ હતા . દેશી રાજ્યો ભારતમાં ભળે તો એમના વિશે જોગવાઈની વિચારણા કરનારી સમિતિ સાથે તેઓ સંકળાયેલા હતા , અને પ્રાંતીય બંધારણોની વિચારણા કરનારી સમિતિના પણ તેઓ અધ્યક્ષ હતા , આઝાદ હિંદુસ્તાનની સમવાયી વ્યવસ્થામાં પ્રજાના મૂળભૂત અધિકારો , લઘુમતિઓના વિશેષાધિકારો , હિંદુસ્તાનમાં ભળતાં દેશી રાજ્યો અને અંગ્રેજ હકૂમત નીચેના પ્રાંતોને સમગ્ર વ્યવસ્થામાં ગોઠવવાનું કામ અત્યંત કપરું હતું . આવા સંજોગોમાં મક્કમ , દૃઢ સંકલ્પવાળા , વ્યવસ્થાશક્તિપૂર્ણ , કપોલ કલ્પનાને સ્થાને હકીકતને ધ્યાનમાં રાખનારી , સંજોગોના સંદર્ભમાં વહીવટનું આયોજન કરવામાં કુશળ , અદ્ભુત નિર્ણયશક્તિવાળા , કરેલા નિર્ણયને વળગી રહેનારા અને એના અમલમાં અચળ , વિરોધાભાસી પરંતુ હાથમાં લીધેલા ધ્યેયને પરિપૂર્ણ કરવાની લોખંડી મનોશક્તિ ધરાવનારા , પ્રવાહી રાજકીય પરિસ્થિતિ અને સર્વ રીતે અસ્થિર સંજોગોમાં સ્વસ્થચિત્ત અને સહજ રમૂજવૃત્તિ ધરાવનારા નેતૃત્વની જરૂર હતી . વચગાળાની અને આઝાદ હિંદુસ્તાનની સરકારમાં વલ્લભભાઈએ આ પ્રકારનું ક્રાંતિકારી નેતૃત્વ પૂરું પાડ્યું . જો સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને યોગ્ય નિર્ણય કરવાની શક્તિ તેમનામાં હતી તો એ નિર્ણયનો ત્વરિત અમલ કરવાની સંકલ્પશક્તિ પણ તેમનામાં હતી . એકવાર કરવામાં આવેલા નિર્ણયને અમલમાં મૂકવાની એમનામાં જે હામ હતી એનો જોટો જડે તેમ નથી . એ જ રીતે એમણે કરેલા નિર્ણયને અમલમાં મૂકતો અટકાવવાનાં પરિબળોનો પણ તેઓ અચૂક તાગ મેળવી લેતા . કરેલા નિર્ણયનો અમલ કરીને જ તેઓ ઝંપતા . કાશ્મીર પર ૧૯૪૭ થી આક્રમણ શરૂ થઈ ચૂક્યું હતું . કાશ્મીરના મહારાજાએ મદદ માટે હિંદી સરકારને આજીજી કરી . આ માટે સંરક્ષણ સમિતિની ગાર ૧૦ ઘડી અસાધારણ બેઠક મળી . અધ્યક્ષસ્થાને લોર્ડ માઉન્ટબેટન હતા . પરિસ્થિતિ ગામ હતી . વલ્લભભાઈના કહેવાથી રાજ્યોના વિલિનીકરણ અંગેના અધિકારી વી.પ મેનન બી.ઓ.એ.સી.ના વિમાન દ્વારા શ્રીનગર ગયા . પરિસ્થિતિનો તાગ મેળવ્યા દિલ્હી પાછા ફર્યા . વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન અને લશ્કરી સમિતિને મળ્યા , જોડાણખત પર મહારાજાના દસ્તખત લેવાઈ ચૂક્યા હતા અને હવે નિર્ણયની આવી પહોંચી હતી . ૨૭ મી ઑકટોબરે રૉયલ ઇન્ડિયન એર ફોર્સ અને નાગરિક ઉડ્ડયન વિમાનોમાં લશ્કરી જવાનો કાશ્મીરના પંથે ઊડ્યા . ત્યાર બાદ સમગ્ર કાશ્મીરની સલામતીની વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવા જનરલ થિમૈયા સાથે વલ્લભભાઈ કાશ્મીર પહોંચ્યા . આ ત્વરિત નિર્ણયશક્તિએ પાકિસ્તાની આક્રમણખોરોને પીછેહઠ કરવાની ફરજ પાડી . જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામના હઠીલા વલણનો પણ ઉકેલ વલ્લભભાઈ સિવાય બીજું કોણ લાવી શક્યું હોત ? અત્યંત અસાધારણ અને કટોકટીભર્યા સંજોગોમાં શાંત અને સ્વસ્થ ચિત્તે , કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટ વિના નિર્ણય લેવાની જબરદસ્ત શક્તિ વલ્લભભાઈમાં હતી . આવી પરિસ્થિતિમાં લાગણીથી જરા પણ વિચલિત થયા વિના , મનમાં ચાલતા વિચારોના ઘમસાણનો હાવભાવ કે વર્તનમાં કોઈ પણ અણસારો બતાવ્યા વિના , નિર્ભય બની ત્વરિત નિર્ણય કરી એનો અમલ કરવાની સરદારની શક્તિની તોલે ભાગ્યે જ કોઈ આવી શકે . બહારથી રૂક્ષ અને ભાષામાં લગભગ બરછટ કહી શકાય એવા સાચા , સ્પષ્ટ વક્તા અને આખાબોલા સરદારસાહેબ હૃદયથી એટલા ઉષ્માભર્યા પણ હતા . એના અનેક પ્રસંગોની નોંધ લઈ શકાય . સરદારસાહેબનો એક અન્ય વિશિષ્ટ ગુણ પ્રમાણિકતાનો હતો . તેઓ સાચાબોલા હતા એટલે જ એમનામાં ભારોભાર નિખાલસતા હતી અને જેમાં માનતા એ જ બોલતા અને જે બોલતા એનું અવશ્ય પાલન કરતા . સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પાડવાની , સામાને એક નજરમાં પારખવાની અને મતભેદોનો સ્વીકાર કરીને પણ સમાન હિત અને ધ્યેય માટે સાથે કામ કરવાની તેમની વૃત્તિ છતાં તેમના સાથીદારો સાથે વૈચારિક મતભેદો વધતા ગયા તોપણ સમૂહભાવનાની વૃત્તિથી એમના ભાગે આવેલું કામ તેઓ કરતા રહ્યા . એમની નિખાલસતા અને સ્પષ્ટ વક્તવ્યના આગ્રહને કારણે તેઓ વિશે અનેક ચિત્રવિચિત્ર વાતો ચાલતી હતી અને એ વિશે તેઓ જાણતા પણ હતા પોતાનો મત સાચો છે એની પ્રતીતિ iella .41 . પા all , PAL વડી 2.4 21 મેં સરદાર પટેલ 11 એકવાર થાય એટલે એ મતને તેઓ છોડતા નહિ . અને છતાં , પોતાના મતની સચ્ચાઈ હોય તો પણ એનાથી વિરુદ્ધ અન્ય જનો દ્વારા લેવાતા નિર્ણયથી વ્યથિત થયા હોવા છતાં એકવાર સામૂહિક જવાબદારી પર થતા નિર્ણયની વિરુદ્ધ જતા ન હતા . વચગાળાની સરકાર અને આઝાદ દેશની સરકારમાં પોતાના નિર્ણય કે મતથી વિરુદ્ધ કેબિનેટમાં લેવાતા નિર્ણયને ખેલદિલીથી સ્વીકારતા અને સમય આવ્યે એમના દિલને વાચા પણ આપતા . કાશ્મીરનો પ્રશ્ન યુનો સુધી જાય એમ તેઓ ઇચ્છતા ન હતા અને છતાં એમ જ થયું અને જે પ્રકારની પરિસ્થિતિની એમણે કલ્પના કરી હતી એ સાચી પડી . આજે ભારત હસ્તકનું કાશીર બચી ગયું છે તેનું કોય આઝાદી પછીના પ્રારંભના વર્ષોમાં સરદારે લીધેલા કડક - મઝ્મ વલણને આભારી છે . સરદારસાહેબમાં પરિસ્થિતિને અને માણસોને જાણવાની અદ્ભુત શક્તિ હતી . તેઓ હીરાપારખુ હતા એટલે જ દેશી રજવાડાના વિલિનીકરણનો હવાલો એમણે વી.પી. મેનનને સોંપ્યો હતો , જેમને તેઓ કામગીરી સોંપતા અને પહેલાં બરાબર ચકાસી લેતા . એકવાર કામ સોપે એટલે એનામાં અખૂટ વિશ્વાસ મૂકતા અને એના પ્રત્યેક કાર્યને અનુમોદન આપતા અને બિરદાવતા . અપજશ પોતે લેતા અને જશ ગાંધીજીને , પોતાના સાથીદારોને અને એમના હાથ નીચે કામ કરનારને આપતા . આત્મત્યાગનું આટલું અદ્ભુત ઉદાહરણ એટલે જ વલ્લભભાઈ . સરદાર છતાં સરદારીનો કોઈ દાવો નહિ . એમને માટે સરદાર એક જ હતો ; અને તે ગાંધીજી ! જે કામ હાથમાં લેતા એને પૂરું કર્યા સિવાય રહેતા નહિ . દેશી રજવાડાંના વિલિનીકરણ અને અન્ય જવાબદારીઓનો ભાર અતિશય હતો . તેમને આંતરડાનું અલ્સર તો હતું જ , એ સાથે હૃદયની બીમારી પણ શરૂ થઈ હતી . અને છતાં , પથારીમાં પડ્યા પડ્યા પણ એમણે કોઈ પણ કામ છોડ્યું નથી . એક તબક્કે એમને ઑક્સિજન પર મૂકવા પડ્યા તો પણ વી.પી. મેનન એમને મળવા આવ્યા ત્યારે પણ એમની સાથે ચર્ચા કરી . અન્ય બનાવોમાં નવી દિલ્હીમાં લશ્કરી વડામથકના મિલિટરી ઑપરેશનના ડાયરેક્ટર - જનરલ ચૌધરી ભારતના લશ્કરના કમાન્ડર ઇન - ચીફ રૉબર્ટ લોકહાર્ટ અને તેમના પછી આવેલા રોય બુશર , પશ્ચિમ કમાન્ડના જનરલ ઑફિસર - ઇન - ચીફ જનરલ કરિયાપ્પા ( જે પાછળથી ભારતના કમાન્ડર ઇન - ચીફ બન્યા ) કે અન્ય લશ્કરી ઉપરીઓ અને મુલ્કી અધિકારીઓ સાથેની મંત્રણાઓનો દોર સતત ચાલુ રાખી દેશની અને દેશ બહારની પરિસ્થિતિથી તેઓ સરદાર પટેલ ૧૨ સરદાર સતત વાકેફ રહેતા . જ્યાં એમનાં ખાતાંઓને નિસબત હતી ત્યાં જરૂરી વિગત મેળવી સૂચનો કરતા . આઝાદી પછી આલ્પ આયુષ્ય ભોગવ્યું . આ વર્ષોમાં સાહેબ જેવા સખત પરિશ્રમી તથા નિર્ણાયક સૂઝ ધરાવતા રાહબરે દેશને સાંપડ્યા અને પરિણામે દેશ વેરવિખેર થતો બચી ગયો . સરદાર પટેલે પાંચસો બાસઠ જેટલાં દેશી રાજ્યોને ભારતીય સંધ સાથે જોડવાની સમસ્યા હલ કરી એ એમના જીવનની સૌથી યશસ્વી ઘડી ’ હતી . લો માઉન્ટબેટન જેમણે એ પ્રશ્ન સરદારની સાથે ઘણી વાર ચર્ચો હતો તેમણે લખ્યું છે : “ પાંચસો બાસઠ જેટલાં દેશી રાજ્યોના ભવિષ્યનો પ્રશ્ન ઉકેલવાની બાબતમાં અમારે બન્નેને વિશેષે કરીને સાથે કામ કરવાનું આવ્યું . સર્વ વાટાઘાટોમાં વલ્લભભાઈએ જે ઉદાર દિલની રાજકીય દૃષ્ટિ બતાવી તેણે પ્રશ્નનો ઉકેલ શક્ય બનાવ્યો એ વિશે કોઈ શંકા નથી . ” આઝાદી પછી સરદાર માત્ર ત્રણ વર્ષ અને ચાર માસ જીવ્યા . આ ટૂંકા ગાળામાં જે સિદ્ધ કરવામાં આવ્યું અને જે આપણને વારસા રૂપે મળ્યું છે તે વિશે કોઈ પણ હિંદી ગર્વ લઈ શકે તેમ છે – એક બંધારણના માળખામાં , દેશના સર્વ પ્રશ્નોની ચર્ચા માટેના સભાસ્થાન જેવી અને પુખ્ત મતાધિકારના ધોરણે ચૂંટાયેલી સંસદ હેઠળ એક એકમ તરીકે કામ કરતો દેશ , સમગ્ર દેશ માટે એક આર્થિક માળખું અને એક લશ્કરી તંત્ર . ભારતની આ યશોજવલ સિદ્ધિમાં સરદારનું પ્રદાન વિશેષ સ્વરૂપે ઉલ્લેખનીય અને સરાહનીય રહ્યું છે . સરદારના મૃત્યુ પછી ‘ ‘ મૅન્ચેસ્ટર ગાર્ડિયને ’ લખ્યું હતું : ‘ ‘ પટેલ માત્ર સ્વાતંત્ર્યસંગ્રામના તંત્રસંચાલક નહોતા પરંતુ લડત પૂરી થયે જે નવું રાજ્યતંત્ર અસ્તિત્વમાં આવ્યું તેના તેઓ નિર્માતા હતા . એક જ વ્યક્તિ ભાગ્યે જ સ્વાતંત્ર્યસંગ્રામના નેતા અને રાજપુરુષ એ બંને રૂપમાં સફળ નીવડે છે . સરદાર પટેલ એ નિયમમાં એકમાત્ર અપવાદ હતા . ’ ’ એક પ્રસંગે કોઈ અનુભવી કાર્યકરને કૌટુંબિક પ્રશ્ન મુંઝવી રહ્યો હતો અને તેથી એ સેવાકાર્યમાંથી નિવૃત્ત થવા ઇચ્છતા હતા ત્યારે સરદારે એમને કહ્યું : “ જ્યારે હું ગાંધીજી સાથે જોડાયો ત્યારે મેં થોડાં લાકડાં ભેગાં કરી તે સળગાવ્યાં અને મારું કુટુંબ , મારી કારકિર્દી , મારી આબરૂ અને બીજું બધું એ અગ્નિમાં જલાવી દીધું . આ બધાની રાખ સિવાય પાછળ શું રહેશે તે હું જાણતો નથી . સરદાર પટેલ ૧૩ સરદારે એમનો સંકલ્પ અક્ષરશઃ સાચો પડ્યો . જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એમની પોતાની માલિકીમાં માત્ર એમના ત્રણ જોડે વસો અને નજીવો સામાન હતાં . હિદના ભૂતપૂર્વ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને આ વિચક્ષણ વિભૂતિનો અર્થસૂચક પરિચય પોતાની લાક્ષણિક શૈલીમાં કરાવ્યો છે . એ ઉદ્ગારોમાં ગુજરાતના આ કિસાન સેવકનો જીવનસાર સમાઈ જાય છે . ‘ હિંદ આવ્યો તે પહેલા મને ચેતવણી આપવામાં આવી હતી કે હિંદમાં એક સખાજોગી સરદાર વલ્લભભાઈ પટેલ સમી વ્યક્તિ સામે મારે ટક્કર ઝીલવી પડશે . પરંતુ અમે મળ્યા અને હું એવા નિર્ણય પર આવ્યો કે ઉપરથી એ બહુ જ કઠણ , અડગ અને અણનમ લાગે છે અને મને લાગે છે એ એવા દેખાય છે કારણ કે ખડતલ એ દેહમાં સ્નેહાળ હૃદય ધબકે છે એ વાત દુનિયાને જાણવા દેવા એ માગતા નથી . હવે તો એમને મારા મહાન મિત્રોમાંના એક લેખ છે . ' ' – લૉર્ડ માઉન્ટબેટન હાથમાં લીધેલી જવાબદારીને છોડવી નહિ કે એમાંથી છટકબારી શોધવી નહિ એ સારા ક્રાંતિકારી નેતૃત્વનું લક્ષણ છે . જેવી પરિસ્થિતિ એ પ્રમાણે નિર્ણય અને એમાં પલાયનવૃત્તિને કોઈ સ્થાન નહિ . કામ કરતા રહેવું , કામના પ્રદર્શનવેડા કરવા નહિ . કોઈ ઝાકઝમાળ નહિ , કોઈ બેધ્યાનપણું નહિ , કોઈ આત્મવડાઈ નહિ , કોઈ અર્થહીન પ્રલાપ નહિ , શબ્દછલના કે શબ્દપ્રપંચ નહિ – આ સર્વ એટલે જ વલ્લભભાઈ . કોઈ કાર્ય કર્યાનો કે કાર્યની સિદ્ધિનો અહમ્ નહિ કે એ વિશે કોઈ શેખી નહિ . વક્તવ્ય કે વ્યવહારમાં આવેગ કે તરંગીપણું નહિ . ખોટો , સિદ્ધ ન થઈ શકે એવો કલ્પનાવિહાર નહિ . અસલામતીની કોઈ ગાંડી કલ્પના નહિ . જે કહેવું એ કરવું અને જે કરવું એ જ કહેવું . અને કહેવામાં શબ્દપ્રચુરતા કે નાટ્યાત્મક રજૂઆત નહિ . સામાન્ય ઘરમાંથી આવેલા અને છેક મૃત્યુપર્યંત સામાન્ય મનુષ્યની જેમ જ રહેલા . વર્ષો સુધી એક જ પેન , એક જ ઘડિયાળ અને ચશ્માની એક જ ફ્રેઇમ વાપરનારા , મૃત્યુ સમયે અગાઉ જણાવ્યું તેમ માત્ર ત્રણ જોડ શુદ્ધ ખાદીના કપડાં જેમની પાસે હતા એવા અપરિગ્રહી વલ્લભભાઈ હતા સામાન્ય પરંતુ એમનું વ્યક્તિત્વ અનેરું હતું અને તેઓ અનેક બાબતો વિચારતા , આવનારા બનાવોને તેઓ આગોતરા જોઈ શક્યા હતા . માત્ર વર્તમાન જ નહિ પરંતુ વર્તમાન સાથે સંકળાયેલી બાબતોનું ભવિષ્ય કેવું હોઈ શકે અને વર્તમાનમાં ન હોય અને છતાં ૧૪ સર્જરીને પણ ભવિષ્યમાં કેવા નવા પ્રશ્નો ઊભા થઈ શકે એ વિશે વિચારવામાં વલ્લભભા દૂરંદેશીપણું જોવા મળે છે . સરદ અંધા એમને માટે અંગત જીવન જેવું કશું જ ન હતું . અને છતાં સરકાર કામકાજ , પક્ષનાં કાર્ય અને અંગત કામ વચ્ચે હંમેશ ભેદ રાખતા . પ્રધાન તરીકે મળેલા નિવાસસ્થાનમાં સવલતો સરકારી હોવા છતાં અંગત કામમાં સરકા વ્યવસ્થાનો ક્યારેય ઉપયોગ તેમણે કર્યો ન હતો . તેઓ દિલ્હીમાં હોય કે સરકારી જવાબદારી અર્થે દિલ્હી બહાર ગયા હોય તેમના ગજવામાં એક નાનકડી ડબી રહેતી . એમાં ટપાલની ટિકિટો રહેતી . સરકારી કામકાજમાં સરકારી સવલતોનો ઉપયોગ કરતા . અંગત અને સામાજિક કામકાજ માટે થતા પત્રવ્યવહારની ટપાલની ટિકિટ એમના ગજવામાં રહેતી નાનકડી ડબીમાંથી નીકળતી . એ જ ધોરણ એમણે એમના સરકારી નિવાસસ્થાનના ટેલિફોન વિશે પણ રાખ્યું હતું . વૈરાગી પિતા , સખત પરિશ્રમી અને કરકસરવાળા માતૃશ્રી અને ધર્મનો પ્રભાવ વલ્લભભાઈના વ્યક્તિત્વનાં નિર્ણાયક પરિબળો હતાં . મહાત્માજીના સાચા અનુયાયી , હીરા જેવા મૂલ્યવાન , સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની , સ્વતંત્ર ભારતના શિલ્પી , આઝાદ થયેલા દેશ સમક્ષ ખડા થયેલા ઝંઝાવાતી સમયમાંથી દેશને હેમખેમ ઉગારનાર સરદાર પટેલની મૂલવણી કેવી રીતે કરવી ? એમને ત્યાગમૂર્તિ ભીષ્મ કહેવા ? પ્રખર ક્રાંતિકારી કહેવા કે પછી સર્વગુણ સંપન્ન સરદાર એટલે સરદાર . આ વાક્યમાં એમની સાચી ઓળખ સમાઈ જાય છે . સ્વાતંત્ર્યસંગ્રામની ઇમારત તૈયાર કરનાર મહાત્માજી , સરદાર પટેલ અને જવાહરલાલ એમના વ્યક્તિત્વમાં નોખા હતા અને છતાં ત્રણેમાં ઘણું સામ્ય પણ હતું – ત્રણેએ દેશને સ્વતંત્ર કરવાનો ભેખ લીધો હતો , જેલવાસ વેઠ્યો હતો , અંગત જીવનનાં સુખનો પણ વિચાર કર્યો ન હતો . ત્રણેય વિધુર હતા . મહાત્માજી વિધુર થયા એ પહેલાં ૪૦ વર્ષની વયે બ્રહ્મચર્યનું વ્રત લીધું , જવાહરલાલ વનપ્રવેશ સુધી આવ્યા ત્યારે વિધુર થયા અને સરદાર પટેલ માત્ર ૩૩ વર્ષની વયે વિધુર થયા . ત્રણેએ તેમના પાર્થિવ શરીરનો ત્યાગ ૭૫ થી ૭૯ વર્ષની વચ્ચે કર્યો . ત્રણે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા ત્યારે સ્વરાજનો સૂર્ય જોઈ શક્યા . સરદાર પટેલમાં રૌદ્ર અને શિવ બંને સ્વરૂપો હતા અને સાથે સૌના કલ્યાણ ઇચ્છતા શિવસુંદરમૂનો પણ તેઓ અવતાર હતા . ભયંકર બીમારીની બાણશૈયા પર પડ્યા પડ્યા એમણે દેશનો નવો નકશો તૈયાર કર્યો , જાન્યુઆરી ૨૬ , ૧૯૫૦ ના રોજ નવું બંધારણ આવ્યું અને દેશનું અવસ્થા - પરિવર્તન થયું . પોતાના અંતનાં પાર ૧૪ સર્જરીને પણ ભવિષ્યમાં કેવા નવા પ્રશ્નો ઊભા થઈ શકે એ વિશે વિચારવામાં વલ્લભભા દૂરંદેશીપણું જોવા મળે છે . સરદ અંધા એમને માટે અંગત જીવન જેવું કશું જ ન હતું . અને છતાં સરકાર કામકાજ , પક્ષનાં કાર્ય અને અંગત કામ વચ્ચે હંમેશ ભેદ રાખતા . પ્રધાન તરીકે મળેલા નિવાસસ્થાનમાં સવલતો સરકારી હોવા છતાં અંગત કામમાં સરકા વ્યવસ્થાનો ક્યારેય ઉપયોગ તેમણે કર્યો ન હતો . તેઓ દિલ્હીમાં હોય કે સરકારી જવાબદારી અર્થે દિલ્હી બહાર ગયા હોય તેમના ગજવામાં એક નાનકડી ડબી રહેતી . એમાં ટપાલની ટિકિટો રહેતી . સરકારી કામકાજમાં સરકારી સવલતોનો ઉપયોગ કરતા . અંગત અને સામાજિક કામકાજ માટે થતા પત્રવ્યવહારની ટપાલની ટિકિટ એમના ગજવામાં રહેતી નાનકડી ડબીમાંથી નીકળતી . એ જ ધોરણ એમણે એમના સરકારી નિવાસસ્થાનના ટેલિફોન વિશે પણ રાખ્યું હતું . વૈરાગી પિતા , સખત પરિશ્રમી અને કરકસરવાળા માતૃશ્રી અને ધર્મનો પ્રભાવ વલ્લભભાઈના વ્યક્તિત્વનાં નિર્ણાયક પરિબળો હતાં . મહાત્માજીના સાચા અનુયાયી , હીરા જેવા મૂલ્યવાન , સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની , સ્વતંત્ર ભારતના શિલ્પી , આઝાદ થયેલા દેશ સમક્ષ ખડા થયેલા ઝંઝાવાતી સમયમાંથી દેશને હેમખેમ ઉગારનાર સરદાર પટેલની મૂલવણી કેવી રીતે કરવી ? એમને ત્યાગમૂર્તિ ભીષ્મ કહેવા ? પ્રખર ક્રાંતિકારી કહેવા કે પછી સર્વગુણ સંપન્ન સરદાર એટલે સરદાર . આ વાક્યમાં એમની સાચી ઓળખ સમાઈ જાય છે . સ્વાતંત્ર્યસંગ્રામની ઇમારત તૈયાર કરનાર મહાત્માજી , સરદાર પટેલ અને જવાહરલાલ એમના વ્યક્તિત્વમાં નોખા હતા અને છતાં ત્રણેમાં ઘણું સામ્ય પણ હતું – ત્રણેએ દેશને સ્વતંત્ર કરવાનો ભેખ લીધો હતો , જેલવાસ વેઠ્યો હતો , અંગત જીવનનાં સુખનો પણ વિચાર કર્યો ન હતો . ત્રણેય વિધુર હતા . મહાત્માજી વિધુર થયા એ પહેલાં ૪૦ વર્ષની વયે બ્રહ્મચર્યનું વ્રત લીધું , જવાહરલાલ વનપ્રવેશ સુધી આવ્યા ત્યારે વિધુર થયા અને સરદાર પટેલ માત્ર ૩૩ વર્ષની વયે વિધુર થયા . ત્રણેએ તેમના પાર્થિવ શરીરનો ત્યાગ ૭૫ થી ૭૯ વર્ષની વચ્ચે કર્યો . ત્રણે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા ત્યારે સ્વરાજનો સૂર્ય જોઈ શક્યા . સરદાર પટેલમાં રૌદ્ર અને શિવ બંને સ્વરૂપો હતા અને સાથે સૌના કલ્યાણ ઇચ્છતા શિવસુંદરમૂનો પણ તેઓ અવતાર હતા . ભયંકર બીમારીની બાણશૈયા પર પડ્યા પડ્યા એમણે દેશનો નવો નકશો તૈયાર કર્યો , જાન્યુઆરી ૨૬ , ૧૯૫૦ ના રોજ નવું બંધારણ આવ્યું અને દેશનું અવસ્થા - પરિવર્તન થયું . પોતાના અંતનાં સરદાર પટેલ ૫ એંધાણ પામી ગયા હોય એમ સરદાર પટેલે ઉગારો કાઢ્યા છે ‘ ‘ સમયના પંખીને હવે ઊડવા માટે માર્ગ થોડો રહ્યો છે અને જુઓ પંખી પાખ સારી ઊડી જવા તૈયાર થયું છે ! સરદારશ્રીને આંતરડાની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી . પરંતુ શરીરના સ્વાસ્થ્ય કરતાં દેશના સ્વાસ્થ્યની એમને વધુ ચિંતા રહેતી . ગાંધીજીએ પણ એમને અનેકવાર આરામ લેવાની સલાહ આપી હતી . પરંતુ કર્મપરાયણ સરદાર કહેતા કે ‘ લાંબો વખત આરામ લઈને માત્ર શરીર સાચવ્યા કરીને જીવવાનો અર્થ શો ? કામ કરતાં કરતાં જીવનનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે . ૧૯૪૦ માં વ્યક્તિગત સત્યાગ્રહ વખતે કારાવાસમાં સરદારની તિબયત ખૂબ લથડી . જેલમાં સરકારી ડૉક્ટરો સરદારના આંતરડાનું સાચું નિદાન ન કરી શક્યા . વધુ સમય જેલમાં રાખવામાં સરકારને જોખમ લાગ્યું . ૧૯૪૧ ના જૂનમાં એમને મુક્ત કરાયા . ગાંધીજી એમની તબિયત જોવા આવ્યા . ડૉ નાથુભાઈ પણ તે સમયે હાજર હતા . ગાંધીજીએ ડૉ . નાથુભાઈને કહ્યું , “ સરદારના આંતરડાને તમે સંભાળો સરદારના હૃદયને હું સંભાળીશ . ’ આ સાંભળી સરદારે મજાકમાં કહ્યું , “ મારું હૃદય તો તમારા હૃદય સાથે જ તાલ મિલાવે છે . ” અને ઈશ્વરે જાણે ગાંધી - સરદારના મુખે જ એ શબ્દો મૂક્યા હોય એમ ૧૯૪૮ ની ૩૦ જાન્યુઆરીએ ગાંધીજી શહીદ થયા . બીજા દિવસે ગાંધીજીનો દેહ સુખડના લાકડામાં ભસ્મસાત્ થઈ રહ્યો હતો તે સમયનું વર્ણન કરતો મનુબેન ગાંધીએ પોતાની ડાયરીમાં નોંધ્યું છે ... “ હું સરદારકાકાના ખોળામાં માથું ટેકવી રડતી હતી . તેઓ મને સાંત્વન આપતા હતા . થોડીવાર પછી મેં ઊંચે જોયું તો મને એ દિવસે સરદાર ખૂબ વૃદ્ધ લાગ્યા . " ગાંધીજીના અવસાનનો આઘાત સરદાર માટે એટલો અસહ્ય હતો કે ૧૯૪૮ ની પમી માર્ચે એમને હૃદયરોગનો પ્રથમ હુમલો થયો . પછી તો સ્વાસ્થ્ય કથળવા જ માંડ્યું . ગંભીર નાદુરસ્ત શરીરે પણ દેશની ધુરા વહન કરતા જ રહ્યા . ૧૯૫૦ ના ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તો સરદારની તબિયત વધુ ને વધુ બગડવા લાગી . દી ડિસેમ્બરે આંતરડાની અસહ્ય વેદના ઊપડી . મણિબહેને પોતાની ડાયરીમાં લખ્યું છે , “ આખરી દિવસોમાં પૂ . બાપુ ( સરદાર ) ને પોતાના અવસાનનો અણસાર આવી ગયો હોય એમ વારંવાર નીચેના ભજનોની પંક્તિઓ એમના મુખેથી સાંભળવા મળતી . ’દ ‘ મંગલ મંદિર ખોલો દયામય ! ‘ મારી નાડ તમારે હાય , હરિ ! ‘ જીવન જળ જ્યારે સુકાઈ જાયે ! ' જિંદગી કા એ તમાસા ચંદ રોજ ! ' અવસાન પહેલાંની એ ગમગીન રાત્રીએ ભારતનો આ વીર યોદર , જ્યો અંતિમ ભીષ્મશયા પર પોઢ્યો હતો ત્યારે વીણા સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી મહાન સંગીતજ્ઞ વી.કે.નારાયણ મેનને કરુણ , રુદ્ર જેવા વિવિધ સૂરોમાં વીણાવાદ સંભળાવ્યું . જાગ્રત - અજાગ્રત - અર્ધજાગ્રત અવસ્થામાં વીણાવાદનનું સંગીતનું ગુંજન એમના કાનોમાં ગુંજી રહ્યું હતું અને પરોઢિયે ત્રણ વાગે હૃદયરોગનો હુમલો આવ્યો . ડૉક્ટરે કહ્યું ‘ હી ઇઝ સિંકિંગ ’ . બિરલા પરિવારના પુત્રવધૂ ગોપીએ ગીતાવાંચન શરૂ કર્યું . સાડાસાત વાગે ગીતાનું પારાયણ પૂરું થયું અને સરદારની નાડી પાછી આવવા લાગી . આંખોમાં તેજ આવવા લાગ્યું . એમણે પાણી માંગ્યું . મણિબહેને મધમિશ્રિત ગંગાજળ આપ્યું . ડૉ . નાથુભાઈએ બિરલાને કહ્યું , “ આજે શુક્રવાર છે . ગાંધીજી પાંચ વાગે શહીદ થયા હતા . કદાચ સરદાર પણ પાંચ વાગ્યા સુધી ખેંચી કાઢશે . ’ ’ પણ એ તો છેતરામણ હતી . આથમતા દીપકની અંતિમ જ્યોતનો તેજલિસોટો હતો . સ્વાતંત્ર્યસંગ્રામનો સેનાપતિ અને નૂતન ભારતનાં પ્રારંભનાં વર્ષોનો શિલ્પી અને એની અવસ્થા - પરિવર્તનમાં મહત્ત્વનો ભાગ ભજવનાર મહામાનવ ૧૫ મી ડિસેમ્બર , શુક્રવાર , ૧૯૫૦ ની સવારે ૯-૩૭ કલાકે ભારતમાતાના વીર સપૂત વલ્લભભાઈ અંતિમ શ્વાસ લઈ કલ્યાણમાર્ગે સિધાવ્યા . એક મહાન જીવનની સમાપ્તિ થઈ . મુંબઈના સોનાપુરના સ્મશાનમાં એમની રાખ પ્રિય સુહૃદો પત્ની ઝવેરબેન અને બંધુ વિઠ્ઠલભાઈની ભસ્મ સાથે ભળી ગઈ . એમનો આત્મા અમરત્વ પામી ગયો . ક્રાંતિકારીનું જીવન અગ્નિશિખામાં સમાઈ ગયું . માત્ર એક સી અત્યંત દુ : ખી હતી . વીર પિતાની વહાલસોયી પુત્રી વેદનામૂર્તિ મણિબહેન ... ! મા ભારતીનો એક તેજસ્વી દીવો નહિ , પણ એક આખીય ઝગમગતી દીપમાળા ૨૭૪૨૧ દિવસ પ્રગટીને હોલવાઈ ગઈ . જગતની ધર્મશાળામાં મુસાફરો તો રોજ સેકડો આવે છે અને ઊપડે છે . પણ આ મુસાફર તો ‘ સો લાખનમેં એક ’ હતો . એ મુસાફર પાસે સામાનમાં હતો માત્ર ક્રાંતિકારી સરફરોશી કર્મનો અદ્ભુત યોગ .



લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની તમામ માહિતી ગ્રંથ નિર્માણ બોર્ડ માં થી ક્રાંતિકારી ની ઝલક રુપે લીધેલ છે તૈયારી કરનારાઓ માટે ઉપયોગી...

About Dinesh Bhurjar

0 Comments: